રાજ્ય ભરમાં માર્ગ અકસ્માતોમાં અનેક પ્રાણીઓના મૃત્યુ નિપજતા હોય છે. ત્યારે વધુ એક પ્રાણીનું રોડ અકસ્માતમાં મોત નિપજ્યાનું સામે આવ્યું છે. જેમાં વાંકાનેરના જાલિડા ગામ પાસે વાહન હડફેરે આવી જતા દીપડાનું મોત નીપજ્યું છે.
વાંકાનેરના જાલિડા ગામ પાસે દીપડાને અકસ્માત નડ્યો હતો. જેમાં કોઈ વાહન હડફેટે આવી જતા દીપડાનું કરુણ મોત નીપજ્યું છે. ત્યારે બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અને મૃતદેહને કબ્જે કરીઆગળની તપાસ હાથ ધરી હતી. ત્યારે દીપડાની ઉમર આશરે પાંચ વર્ષ હોવાનું વન વિભાગ દ્વારા તારણ કાઢવામાં આવ્યું છે.