વાંકાનેર તાલુકાના રામપરા વીડી વિસ્તારમાં દીપડાએ મારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે, જંગલ વિસ્તારમાં દીપડાની વસ્તી વધી રહી હોય અને શિયાળો નજીક આવતાની સાથે વાંકાનેર પંથકમાં દીપડાની અવર જવર વધી જાય છે. જેને લઇ લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો રહે છે. ત્યારે ગતરાત્રીના દીપડાએ ખીજડીયા ગામની સીમમાં વાડીએ બાંધેલા વાછરડાનું મારણ કર્યું હોવાનો બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકાના રામપરા વીડી વિસ્તારમાં ગતરાત્રે ખીજડીયા ગામની વિડીની બાજુની સીમમા અચાનક આવી પહોંચ્યો હતો અને લીલાભાઇ મુંધવા નામના ખેડૂતની વાડીમાં બાંધેલા એક વાછરડા પાર હુમલો કરી તેનું મારાં કર્યું હતું. અને મેજબાની માહી હતી. ત્યારે આ અંગે વાંકાનેર વનવિભાગના અધિકારી પી.પી.નરોડીયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખોરાકની શોધમાં અવારનવાર દીપડા માનવ વસાહતમાં આવી પહોંચે છે અને પશુઓનું મારણ કરી રહ્યા છે ત્યારે રામપર વીડી નજીક વસવાટ કરતા વાડી માલિકો અને પશુપાલકોને સચેત રહેવા વનતંત્રએ અપીલ કરી છે. તેમજ પશુપાલકોને તેના માલઢોર સુરક્ષિત સ્થળે રાખવા સુચના આપવામાં આવી છે.