Friday, December 27, 2024
HomeGujaratમોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ

મોરબી જિલ્લાના હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ

મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટએ બહાર પાડેલું જાહેરનામું

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ અંતર્ગત મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે, મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય અને સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી સમગ્ર જિલ્લાના તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછારે એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં આર્મ્સ એકટ હેઠળ મંજુર કરવામાં આવેલ વ્યકિતગત હથિયાર પરવાના હેઠળના આત્મરક્ષણ તથા પાકરક્ષણના તમામ હથિયારો તાત્કાલિક અસરથી જે તે પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. સંબંધીત પોલીસ સ્ટેશને પરવાનેદારને તેમનું હથિયાર તા.૨૪/૧૨/૨૦૨૧ પછી પરત કરવામાં આવશે. ઉપરાંત સમગ્ર મોરબી જિલ્લાના ગ્રામ પંચાયતોની ચૂંટણી હેઠળના વિસ્તારમાં બહારથી મેળવેલ પરવાના ધારણ કરનાર વ્યકિતઓને પણ હથિયાર ધારણ કરવું નહી અને હથિયાર સાથે જાહેરમાં ફરવું નહીં. જે હથિયાર પરવાના રીન્યુઅલ માટે રજુ કરેલ હોય તેવા હથિયાર પરવાના હેઠળના હથિયારો પરવાનાની ઝેરોક્ષ નકલ, રીન્યુઅલ અરજી રજુ કર્યાની આ કચેરીની કોમ્પ્યુટરાઈઝડ પહોંચ કે જેમા સહીની જરૂર રહેતી નથી તેવી પહોંચ તથા રીન્યુ ફી ભર્યા અંગેના ચલણની નકલની ખરાઈ કરી જમા લેવાના રહેશે અને તેવી જ રીતે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે પરત સોંપવામાં આવશે તેમ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

આ આદેશમાંથી સરકારી, અર્ધસરકારી સંસ્થાઓ (બૅક, કોર્પોરેશન સહીત) માન્યતા ધરાવતી સિક્યુરીટી એજન્સીઓના ગનમેન, કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતાં હોય તેવા હથિયારધારી સિક્યુરીટી ગાર્ડ, સરકારના અધિકારીઓ/કર્મચારીઓ કે જેને કાયદા મુજન હથિયાર ધારણ કરવાની મંજુરી આપેલ છે અથવા ચૂંટણીની ફરજ ઉપર હોય તેમને મુક્તિ આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!