Sunday, January 5, 2025
HomeGujaratઆવો સૌ સાથે મળીને વિનોદભાઈ ગજ્જરનાં પરિવારને મદદ કરીએ

આવો સૌ સાથે મળીને વિનોદભાઈ ગજ્જરનાં પરિવારને મદદ કરીએ

દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે લોકોની સતત મદદ કરતા અને લોકોના પ્રશ્નોને વાચા આપનાર પત્રકાર જગતના એક સજ્જન બાહોશ પત્રકાર ગુમાવ્યા છે. પાટણ જિલ્લાના સમી તાલુકાના રવદ ગામના વિનોદભાઈ ગજ્જર કે જેઓ ઘણા લાંબા સમયથી મીડિયા જગતમાં કાર્યરત હતા અલગ અલગ ન્યુઝ ચેનલ અને ન્યુઝ પેપરમાં કામ કરી છેલ્લે એબીપી અસ્મિતા ન્યુઝ ચેનલમાં પાટણ જિલ્લાના સંવાદદાતા તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા દરમ્યાન કાળમુખા કોરોનાએ વિનોદભાઈ સાથે બાથ ભીડાવી હતી વિનોદભાઈ અંતિમ શ્વાસ સુધી કોરોના સામે મજબૂત મનોબળથી લડતા રહ્યા પરંતુ આખરે વિનોદભાઈ હારી ગયા. પોઝીટીવ આવ્યા બાદ દસ દિવસ સુધી તબીબો દ્વારા સારવાર આપવામાં આવી પરંતુ આ કાળમુખો કોરોના વિનોદભાઈને ભરખી ગયો. આજે વિનોદભાઈ નથી રહ્યા ત્યારે તેનાં પરિવાર માટે આપણી પણ કંઈક જવાબદારી બને છે તો આવો સૌ સાથે મળીને વિનોદભાઈનાં પરિવારને યથા શક્તિ પ્રમાણે મદદ કરીએ. વિનોદભાઈના પુત્ર ભાવિકભાઈ ગજ્જરનાં ગુગલ પે નંબર ૯૯૦૪૮૧૫૯૬૮ પર યથા શક્તિ યોગદાન આપીએ.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!