આઝાદીના 75 વર્ષ પછી પણ દેશમાં હજુ પણ ઘણા એવા સ્થળો છે, જ્યાં પીવાનું પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આજ રોજ મોરબી શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા મોરબીનાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારોમાં પીવાના પાણીની પ્રાથમિક સુવિધા આપવા બાબતે નગરપાલિકા ચીફ ઓફીસરને પત્ર લખવામાં આવ્યો છે.
મોરબી શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફીસરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, મોરબી શહેર પાણી પુરવઠા યોજના નીર નજરબાગમાં માળીયા વનાળીયા, રામદેવનગર, શક્તિ સોસાયટી, ઉમિયાનગર જેવા વિસ્તારો સમાવેશ થાય છે. જે વિસ્તારોમાં તંત્રની બેદરકારીના કારણે પાણીની પાથમિક સુવિધા પુરી પાડવામાં આવી રહેલ નથી. આ વિસ્તારોમાં પાણીની પાઈપ લાઈન નાખી કનેક્શનો આપવામાં આવેલ છે. પરંતુ વાલ્વનો પશ્ન મુખ્ય હોય, લોકોને પાણી મળતુ નથી. જેના કારણે આવી અસહનીય ગરમીમાં આ વિસ્તારના લોકો પાણી ન મળવાના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી નજરબાગ સંપથી આ વિસ્તારની પાઈપલાઈનનો વાલ્વ નિયમિત ખોલવા રજુઆત કરાઇ છે. જે રજુઆતને ધ્યાને લઈ તાત્કાલીક ધોરણે પાણીનો પશ્ન હલ કરવા વિનંતી છે. જો આ રજુઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો ના છુટકે અમારે જન આંદોલન કરવાની ફરજ પડશે. જેમાં ઉપસ્થિત થનાર તમામ પરિણામોની જવાબદારી આપની રહેશે. તેમ મોરબી શહેર કૉંગ્રેસ સમિતિ દ્વારા મોરબી નગરપાલિકા ચીફ ઓફીસરને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું છે.