સત્ય બોલવા સામે ગુજરાત એસ.ટી. નીગમના અમુક અધિકારો અમોને હેરાન કરતા હોય માટે કંટાળી ઝાલા કુલદિપસિંહ મહેન્દ્રસિંહ (રહે. વાવડી રોડ, મિરા પાર્ક સોસયટી, મોમાઇ ડેરી વારી શેરી, ઉમીયા એપાર્ટમેન્ટની બાજુમાં, મોરબી)નો પરિવાર સહિત ઇચ્છા મૃત્યુની મંજુરી આપવા અથવા ન્યાય આપવા વડાપ્રધાનને પત્ર લખવામાં આવ્યો છે.
ઝાલા કુલદિપસિંહ મહેન્દ્રસિંહ દ્વારા વડાપ્રધાનને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, તેઓ ગુજરાત એસ.ટી. નિગમમાં ફિકસ પગારના ડ્રાઇવર તરીકે રાજકોટ વિભાગના જસદણ ડેપોમાં ફરજ બજાવે છે. આની પહેલા તેઓ મોરબી ખાતે ફરજ બજાવતા હતા. પરંતુ મોરબી એસ.ટી. ડેપોમાં ગત તારીખ ૧૭-૧૨-૨૦૨૦ તેમજ ૧૮-૧૨-૨૦૨૦ ના રોજ મોરબી એસ.ટી. ડેપોની કથડેલી હાલત વારી સ્પેર પાર્ટસના અભાવે મોરબી ડેપોમાં ૫૬ માંથી ૨૧ જેટલી બ્રેક વિનાની બસો તેમજ ધકકા મારીને સ્ટાર્ટ કરીને ચલાવવામાં આવતી ગંભીર ક્ષતિઓવાળી બસો પેસેન્જરને તેમજ આમ પ્રજાને જીવને જોખમી રૂખ બસો રૂટમાં આપીને રોડ પર દોડાવવમાં આવતી જે બાબતે કોઇ જાગૃત નાગરિકે આ બાબતે મીડીયાને જાણ કરી હતી. ત્યારે આ બાબતની ખરાઇ કરવા માટે મીડીયા જયારે મોરબી એસ.ટી. ડેપોમાં આવેલ ત્યારે ત્યાના ડેપોના વર્કસોપના ઇનચાર્જ અધિકારી હેડ મેકેનીકલએ પોતે મીડીયા સમક્ષ માલ સામાનની અછતના અભાવે મોરબી ડેપોમાં કુલ ૫૬ માંથી ૨૧ જેટલી બસોમાં આવી તકલીફો છે જે પોતે ડેપો મેનેજરને પણ મૌખીક તેમજ લેખીતમાં જણાવેલ હતું. એવું નિવેદન મિડીયા સમક્ષ પોતે વિડીયો સામે બોલેલ તેમજ તેને જ મીડીયાને લેખીતમાં પણ પોતે ક્ષતિઓ વાળી બસોનો ઉલ્લેખ કરી આ કાગળ આપેલ હતું. તેમજ મીડીયા સમક્ષ એસ.ટી.ના અધિકારી આસીસટન્ટ ટ્રાફીક ઇન્સ એ પણ મીડીયા સમક્ષ નીવેદન આપેલ હતું. તેમજ એસ.ટી.ના અન્ય કર્મચારીને પણ આ સત્ય બનાવને આધીન બસોની અંદર રહેલ ખામી વિશે મીડીયાએ પુછેલ ત્યારે તેમણે પણ મીડીયા સમક્ષ સત્ય હકીકત જણાવેલ જે સત્ય હકીકત ઝાલા કુલદિપસિંહે પણ જણાવેલ હતી. તે જ સત્યના અનુસંધાને જવાબદાર અધીકારીની જગ્યાએ કુલદિપસિંહને એસ.ટી.ના અધીકારી તત્કાલીન મોરબી એસ.ટી. ડેપો મેનેજર દિલીપ સામળા, રાજકોટ વિભાગના વિભાગીય નીયામક જે.બી. કલોત્રા, તત્કાલીન મુખ્ય પરિવહન અધીકારી એન.એસ. પટેલ દ્વારા રાષ્ટ્રીય સંપતિના હિતમાં સત્ય બોલવાના ગુન્હામાં એક કરતાં વધુ સજામાં પ્રથમ મોરબીથી ગોંડલ બદલી કરી ત્યાર બાદ ૧૦,૦૦૦/- રૂપિયા રોકડ દંડ કરેલ અને બાદમાં ઝાલા કુલદિપસિંહને મારી નોકરીમાંથી બરતરફ કરી ઘણાં સમય ઘરે બેસાડીને પુનઃસ્થાપીત કરી અગાઉ કરેલ ૧૦,૦૦૦/- રૂપિયા દંડ રદ કરીને ૨૦,૦૦૦/- રૂપિયા દંડ કરી અને નીયમ વિરૂધ્ધ પગારમાંથી મન ફાવે તેમ રકમની કાપણી કરી હેરાન કરતા હતા. તેમજ જવાબદાર અઘીકારીને બચાવવા માટે નીચેથી લઇ ઉપર સુધી અમુક અધીકારી મીલીભગત કરતા હોવાનો આક્ષેપ ઝાલા કુલદિપસિંહ મહેન્દ્રસિંહ (રહે. વાવડી રોડ, મિરા પાર્ક સોસયટી, મોમાઇ ડેરી વારી શેરી, ઉમીયા એપાર્ટમેન્ટની બાજુમાં, મોરબી) દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.