Monday, November 18, 2024
HomeGujaratમોરબીમાં થયેલ પાક નુકશાનનું વળતર ચૂકવવા માર્ગ અને મકાન વિભાગનાં સચિવને લખાયો...

મોરબીમાં થયેલ પાક નુકશાનનું વળતર ચૂકવવા માર્ગ અને મકાન વિભાગનાં સચિવને લખાયો પત્ર

મોરબીમાં નેશનલ હાઇવે તેમજ અન્ય રોડના બાંધકામમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ખેડૂતના ખેતરમાં પાણી ભરાતા થયેલ પાકના નુકશાનનું વળતર ચુકવવા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશન દ્વારા માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરનાં સચિવને પત્ર લખવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરનાં સચિવને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લાના ગાળા ગામે ખેડૂત ખાતેદારોના ખેતરમાં હાલે બે ફૂટથી પણ વધારે પાણી ભરેલા છે. જેના કારણે પાક નિષ્ફળ ગયેલ છે. આ પાણી ભરાવાનું કારણ રોડના બાંધકામમાં થયેલ બેદરકારી તથા પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના થવાના કારણે આવું થવા પામેલ છે. તેમજ મોરબીના ગાળા ગામના ખેડૂતો જેમાં પ્રવીણ ઓધવજીભાઈનાં સર્વે નંબર – ૧૩૧/2, વનજીભાઈ પ્રેમજીભાઈનાં સર્વે નંબર – 131/1, સૈલેશભાઈ એસ. અંદરપાનાં સર્વે નંબર – 130/1/1, મગનભાઈ હરજીભાઈનાં સર્વે નંબર – 130/૧/૨, રાજેશભાઈ ત્રિભોવનભાઈનાં સર્વે નંબર – ૧૩૦/૨/૩, મનસુખભાઈ હરખજીભાઈનાં સર્વે નંબર – 130/2-1, ભાવેશભાઈ ખોડાભાઈનાં સર્વે નંબર – 130/2/2, બીપીનભાઈ રમેશભાઈનાં સર્વે નંબર – 130/3 તથા હરીલાલ ભીમજીભાઈનાં સર્વે નંબર – ૧૩૦/૨/૧ મળી કુલ નવ ખેતરોમાં હાલમાં વરસાદનાં પાણી ભરેલા છે. જેથી તેઓનો પાક નિષ્ફળ ગયેલ છે. જેથી ખેડૂતોને આનાથી પારાવાર નુકશાની ભોગવવી પડી રહી છે. અને આવું લગભગ છેલ્લા ચારથી પાંચ વર્ષથી થઇ રહ્યું છે, તો આ બાબતે લગત વિભાગ તેમજ અધિકારીને યોગ્ય આદેશો આપીને પાણીનાં નિકાલ બાબતે યોગ્ય કરવા તેમજ ખેડૂતોને થયેલ નુકશાનનું યોગ્ય વળતર આપવા માંગ કરવામાં આવી છે. જો આ બાબતે વહેલા સર યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો જેતે ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તેમ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગરનાં સચિવને લખાયેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!