મોરબીના સામાજીક કાર્યકરો રાજુભાઇ દવે, જગદીશભાઈ જી. બાંભણીયા, મુકુંદરાય પી. જોષી, મુછડીયા વાલજી ધનજીભાઇ, અશોક ખરચરીયા,મુસાભાઇ બ્લોચ દ્વારા સીવીલ હોસ્પીટલમાં કયાય શૌચાલય ન હોવાથી તથા ગાંધી ચોકનુ શૌચાલય ખંડેર હાલતમાં હોવાથી આ અંગે તાત્કાલીક પગલા લેવા મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર, શહેરી વિકાસ મંત્રી, મનપા ચીફ ઓફીસર તથા નગરપાલિકા પ્રમુખને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.
સામાજીક કાર્યકરો દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી જીલ્લામાં આવેલ એક માત્ર સીવીલ હોસ્પીટલમાં ગ્રાઉન્ડમાં આવેલ શૌચાલય છેલ્લા ૨ થી ૩ વર્ષથી બંધ છે. ઉપરાંત મોરબીના ગાંધી ચોક-મેલડી માના મંદીર સામેનુ શૌચાલય પણ બંધ છે. જેથી આજુ બાજુમાં વેપારીઓને તથા દુકાનદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જે પ્રાઇવેટ કોન્ટેક્ટ (પી.પી.પી) કોન્ટ્રાકટ પર આપેલ હતું. જે હાલ ૨ વર્ષથી બંધ છે તથા આ વિસ્તાર મોરબી નગરપાલિકા આવતો હોય તો આ અંગે શૌચાલય તથા શહેરી વિકાસ મંત્રીને તથા મુખ્યમંત્રીને ઉપરાંત મોરબી કલેકટરને જાણ કરવામાં આવે છે તથા મોરબીની એક માત્ર સીવીલ હોસ્પીટલ કે જયા રોજના ૨૦૦૦ થી ૩૦૦૦ દર્દી તથા સગા સંબંધીઓ આવતા હોય પરંતુ મોરબી સીવીલ હોસ્પીટલમાં ગ્રાઉન્ડમાં છેલ્લા ૨ વર્ષથી શૌચાલય ન હોવાથી ત્યાં લેડીસોને હાલાકીનો સામનો કરવો પડે છે તથા ખુલ્લામા શૌચ કરવુ પડે છે. તો મોદી સાહેબનો નારો ધર ધર શૌચાલયનો નારો કયા ગયો તદ્ન મોરબી સીવીલ હોસ્પીટલ માટે જ સાબિત થયો છે. આ ઉપરાંત નહેરૂ ગેઇટના ચોકમા લેડીઝ શૌચાલય તદ્ન નવું જ બનાવેલ હોય પરંતુ ત્યાં મોટર (પાણી)ની ચોરાઈ ગયેલ છે. જે આવારા તત્વો રાત્રીના સમયે મોટર ચોરી ગયેલ છે. તો ત્યાં પણ કેમેરા આવેલ છે. તો તેના આધારે આ ચોરી અંગેની તપાસ થવી જોઇએ. તથા નળ, લાઇટો સાવ ઉપડી ગયેલ છે. જેનુ પણ તાત્કાલીક સમાર કામ થાય અને સાફ સફાઇ કામ રેગ્યુલર થાય જે અંગે પણ આ સામાજીક કાર્યકરની રજુઆત છે. એવુ થશે તો કયારે શૌચ મુકત મોરબી બનશે કે નહેરૂ ગેઇટમા આનાથી વધુ લોકો હોય છે. જેથી તાત્કાલિક આ અંગે જલ્દી પગલા લેવા તમામ સામાજીક કાર્યકરોની તથા જનતાની માંગ છે. તેમ મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા પત્રમાં જણાવવામાં આવ્યું હતું