ઉદ્યોગ ક્ષેત્રે વિશ્વભરમાં કાઠું કાઢનાર મોરબીમાં સીરામિક ઉદ્યોગ અન્ય રાજયોના મજુરોને ખુબ મોટી સંખ્યામાં રોજી-રોટી આપે છે. ત્યારે મોરબીને સીરામીક પોલીસ સ્ટેશન અલગ આપવામાં આવે તેવી માંગ સાથે મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખવામાં આવ્યો છે.
મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મોરબી ઔધોગીક શહેર છે આશરે એકહજાર સીરામીકના એકમો આવેલ છે દેશના અન્ય પ્રાંત જેવા કે બિહાર રાજસ્તાથ, હિમાચલ, પંજાબ, ઝારખંડ તથા અન્ય રાજયો ના મજુરો રોજી-રોટી માટે આવે છે અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદ ઘણી વધી જાય છે. ધારવા પ્રમાણે સ્ટાફ પણ વસ્તીની ગણતરીએ ઘણો ઓછો છે. જયારે આવડી મોટી આધોગિક નગરી હોય એટલે સારી નરસા બનાવો બનવાના છે. તે દેખીતી વાત છે. જયારે નાના-મોટા બનાવો બને છે. ત્યારે કાયદાકીય પરિસ્થિતિ જટીલ બને છે માટે અગાઉ ચર્ચા થયેલ કે મોરબીને સીરામીક પોલીસ સ્ટેશન અલગ આપવામાં આવશે. પરંતુ તેનો અમલ હજુ થયો નથી. તો તાત્કાલીક સીરામીક માટે અલગ પોલીસ મથક બનાવવુ જોઇએ જેથી મજુરોને કામ કરાવતા કોન્ટ્રાકટરોને તેમજ માલીકોને સગવડતા મળશે અને સરકારને વહીવટનો બોજ હળવો થશે તેમજ તે રીતે વરસોથી આમરણ આઉટ પોલીસ સ્ટેશન છે અને મોરબીથી આશરે ૩૦ કીલો મીટર દુર છે તો આમરણને પણ પોલીસ સ્ટેશન આપવુ જોઇએ હાલે આ સરકારમાં વિકાસની કુચ આગવી વધે છે તો પ્રજાને સવલતો મળે તેવી પ્રજાની માંગણી. તેમ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું,