ટંકારા શહેર – ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ૨૦૧૭ મા મોરબી જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિનો વીમો ચૂકવવા હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો. જે વીમો હજુ ચુકવાયો ન હોવાથી આ વીમો તાકીદે ચૂકવવા રજૂઆત કરવામાં આવી છે.
ટંકારા શહેર – ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને રજૂઆત લારાત જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ મા મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હતી. તે વર્ષનો પાક વિમો ખેડૂતો દ્વારા લેવામાં આવ્યો હતો. ત્યારે ખરીફ પાકને ભારે નુકશાન થયું હતું. જે કંપની દ્વારા ખેડૂતોને વડતર ચૂકવ્યું ન હતું અને ખેડૂતો દ્વારા ન્યાય માટે ગુજરાત હાઇકોર્ટ અપીલ કરી હતી અને હાઈકોર્ટ દ્વારા ખેડૂતોના હિતમાં ચુકાદો આપી તત્કાલ વીમો ચૂકવા આદેશ આપ્યો હતો. તેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે કોર્ટના હુકમનો તત્કાલ અમલ થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.