Lic of India મોરબી બ્રાંચ દ્વારા ફક્ત ત્રિસ મીનીટ મા મૃત્યુ દાવાનો કલેમ પાસ કરી કિર્તીમાન સ્થાપીત કરેલ છે. મળતી માહીતી પ્રમાણે 23 ઓગષ્ટ ના રોજ બ્રાંચ મેનેજર શ્રી પ્રવિણ વાયસે અને કલેઇમ વિભાગ દ્વારા માત્ર ત્રિસ મીનીટ મા મૃત્યુ દાવો સેટલ કરી નવો કિર્તીમાન સ્થાપીત કરેલ છે.
મોરબી LIC બ્રાંચ ના બ્રાંચ મેનેજર પ્રવિણ એલ વાયસે ની યાદી જણાવે છે કે સ્વ.ભરત મોહનભાઈ કાસુંદ્રા ના મૃત્યુ દાવા ની પ્રક્રિયા માત્ર ત્રીસ મીનીટ મા પતાવી ખુબજ જડપથી મૃત્યુ દાવો પાસ કરેલ છે. તેમના વારસદાર નિલેશભાઇ મોહનભાઈ કાસુંદરા એ LIC દ્વારા કરેલ ત્વરીત દાવા પ્રક્રિયા થી પ્રભાવિત થઈ લાગણી સભર આભાર વ્યક્ત કરેલ છે. આ અવસરે સમાજ મા પણ LIC દ્વારા ખુબજ સરાહનીય કાર્ય થયેલ છે તેને વધાવેલ છે. LIC OF INDIA એ પોતાના સુત્ર પ્રમાણે સમાજ મા સંપાદીત કરેલ વિશ્વાસ ને સાર્થક કરેલ છે.
બ્રાંચ મેનેજર દ્વારા ખાસ જણાવેલ છે. કે સમાજના દરેક નાગરિકે ઓછામા ઓછી LIC ની એક પોલીસી તો લેવીજ જોઈએ. કારણ કે જીવન એ હર હંમેશ અનિશ્ચિત છે. ત્યારે આપણા કુટુંબ ને આર્થીક રક્ષણ પુરુ પાડે છે. વિમા દવારા કુટુંબ ને આર્થીક રક્ષણ મળે છે.આ દાવા પ્રક્રિયા પુરી કરવા માટે બ્રાંચ મેનેજર પ્રવિણ એલ વાયસે, LIC MDRT એજન્ટ પરેશ પટેલ હરિપર (ભુ) , વિકાસ અધિકારી મેહુલભાઇ સોલંકી, કલેઇમ વિભાગ ના સર્વે અધિકારીએ ખુબ જહેમત ઉઠાવેલ હતી.