મોરબીના બેઠાપુલ નજીક ભરતી રવિવારી માર્કેટમાં પોતાના મિત્રના સ્ટોલે ગયેલ યુવકના બાઇકની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે, ત્યારે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ રૂબરૂ બી ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરીપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી-૨ કમલા પાર્ક ઋષિકેશ સ્કૂલ સામે હાઉસીંગમાં રહેતા વનરાજભાઈ નનુભાઈ વાઢેર ઉવ.૨૬ ગઈ તા.૧૩/૦૪ ના રોજ પોતાનું મોટર સાયકલ હીરો સ્પ્લેન્ડર રજી.નં. જીજે૦૧-જેડબલ્યુ-૬૪૧૩ લઈને બેઠાપુલ પાસે ભરતી રવિવારી માર્કેટમાં પોતાના મિત્ર રાજેશભાઇના સ્ટોલે ગયા હતા, ત્યારે વનરાજભાઈએ પોતાનું બાઇક બેઠાપુલ સ્વામિનારાયણ મંદિર જવાના રસ્તે પાર્ક કર્યું હતું, જે બાદ તેઓ પરત પોતાબ ઘરે જવા માટે પાર્ક કરેલ બાઇક પાસે ગયા ત્યા ઉપરોક્ત બાઇક કોઈ અજાણ્યો વાહન ચોર ચોરી કરીને લઈ ગયો હોય, જેથી બાઇક ચોરી માટે પ્રથમ ઈ-એફઆઈઆર બાદ પોલીસ મથકે રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી, હાલ પોલીસે આરોપી અજાણ્યા ઈસમ સામે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.