ટંકારાની લતીપર ચોકડી નજીક આવેલ ઓવરબ્રિઝ નીચે ખુલ્લામાં પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર દ્વારા ચોરી કરીને લઈ જતા જે અંગે બાઈક-ધારક વેપારીએ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર ટંકારા ગોકુલનગરમાં રહેતા કનુભાઈ મશરૂભાઈ ઝાપડા ઉવ.૩૮ દ્વારા ટંકારા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચોર આરોપી સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે ગઈકાલ તા.૧૪/૧૦ના રોજ ટંકારાની લતીપર ચોકડી પાસે ઓવરબ્રિઝ નીચે કનુભાઈએ પિતાનું હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં.જીજે-૦૩-એફજે-૮૮૮૮ વાળું બાઇક પાર્ક કર્યું હોય જે કોઈ અજાણ્યા વાહન ચોર ઈસમ દ્વારા ચોરી કરીને લઈ ગયા હોય જે બાબતે ટંકારા પોલીસે આરોપી અજાણ્યા વાહન ચોર વિરુદ્ધ ગુનો નોંધી અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.