મોરબીમાં વધુ એક બાઈક ચોરી થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં મોરબીના ૨૪ કલાક કાર્યરત અને સતત વાહનોની અવર જવરથી ધમધમતા નવા બસ સ્ટન્ડના પાર્કિંગમાંથી બેંક મેનેજર દ્વારા પાર્ક કરેલ બાઈકની કોઈ અજાણ્યા બાઈક ચોર ઈસમ દ્વારા ચોરી કરી લઇ ગયાની ફરિયાદ અત્રેના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે
મળતી માહિતી અનુસાર મૂળ જૂનાગઢના ટીંબાવાડી બાયપાસ પાસે વૃંદાવન સોસાયટીના રહેવાસી હાલ મોરબી છાત્રાલય રોડ ગોવર્ધનનગરમાં રહેતા અને મોરબી ફાયનાન્સ ફેડ બેંકમાં મેનેજર તરીકે નોકરી કરતા પરાગભાઇ ભીખુભાઇ રાઠોડ ઉવ.૩૪ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ચોર આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદી પરાગભાઇના મિત્રનું હોન્ડા કંપનીનું લીવો બાઈક રજી. જીજે-૧૧-બીએમ-૩૪૩૮ વાળું બાઈક હાલ પોતે ઉપયોગ કરે છે ત્યારે ગત તા.૧૪/૦૬ ના રોજ આ બાઈક મોરબીના નવા બસ સ્ટન્ડનાં પાર્કિગમાં પાર્ક કરી પોતાના વતનમાં ગયા હતા જ્યાંથી તા.૧૮/૦૬ના પરત આવી પાર્ક કરેલ જગ્યાએથી કોઈ અજાણ્યા તસ્કર બાઈકની ચોરી કરી લઇ ગયા હોય ત્યારે બાઈક ચોરી અંગે પ્રથમ ઈ એફઆઈઆર બાદ રૂબરૂ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પરાગભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા બાઈક ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી શોધખોળ શરૂ કરી છે.