હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવા આવી છે.ત્યારે ગત રાત્રીના મોરબી જિલ્લામાં મેઘરાજાએ અવિરત મહેર વરસાવી છે.
જેમાં મોરબી જિલ્લામાં ગઇકાલે સાંજે છ વાગ્યા થી સવારે છ વાગ્યા સુધીમાં મોરબીમાં ૫૩મીમી,હળવદમાં ૩મીમી,ટંકારામાં ૧૫મીમી,વાંકાનેરમાં ૧૦મીમી અને માળીયા મી.માં ૦૦મીમી વરસાદ નોંધાયો છે.
જ્યારે હળવદના વાત કરીએ તો હળવદના દિઘડિયા અને શિવપુર ગામે બે મકાનો પર વીજળી પડવાનો બનાવ સામે આવ્યો છે.જોકે આ બનાવમાં કોઈ જાન હાની થવા પામી નથી પરંતુ વીજ ઉપકરણો બળી ગયા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.