Monday, October 21, 2024
HomeGujaratમોરબીમાં માધાપર વિસ્તારમાં ઘરની છત ઉપર વીજળી પડી

મોરબીમાં માધાપર વિસ્તારમાં ઘરની છત ઉપર વીજળી પડી

મોરબી પંથકમાં રવિવારની મોડી સાંજે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. મોરબી શહેરી વિસ્તારને મેઘરાજાએ રીતસરનું ધમરોળી નાખ્યું હતું, અને માત્ર દોઢ કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. ત્યારે વીજળીની ગાજવીજ સાથે પડેલા વરસાદની સટાસટી વચ્ચે મોરબીના માધાપર વિસ્તારમાં કરશનભાઇ હડીયલ(કલ્પના ઇલેકટ્રોનિકસવાળા) ના ઘર ઉપર વીજળી પડતા છતમાં નુકસાની થયેલ હતી, સાથે ઘરમાં રહેલા વીજ ઉપકરણો જેવા કે ટીવી, પંખા તેમજ નેટ માટેનું રાઉટર વીજળી પડતા બળી ગયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે, સદનસીબે કોઈ જાનહાની થઈ નથી પરંતુ લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!