Sunday, September 22, 2024
HomeGujaratટંકારામાં રહેણાંક મકાનની છત પર પડી વીજળી:સદનસીબે જાનહાની ટળી

ટંકારામાં રહેણાંક મકાનની છત પર પડી વીજળી:સદનસીબે જાનહાની ટળી

વરસાદની ઋતુમાં વીજળી પડવાના કિસ્સાઓ વારંવાર બને છે. ત્યારે આવી જ એક ઘટના ટંકારાનાં કલ્યાણપર ગામેથી સામે આવી છે. જેમાં એક રહેણાંક મકાન પર વીજળી પડી હતી. જે વીજળી સૌલાર સિસ્ટમ પર પડતા સૌલાર ટાઈલસને તોડી ધડાકાભેર નીચે પટકાયું હતું.

- Advertisement -
- Advertisement -

ટંકારાનાં કલ્યાણપર ગામે રહેતા ભાવેશભાઈ ઊજરિયાના ધરની છત ઉપર વીજળી પાડવાની ઘટના સામે આવી છે. જેમાં વીજળી ભાવેશભાઈના છત પર લાગેલ સૌલાર સિસ્ટમ પર પડતા સોલાર ટાઈલસને તોડી નીચે પટકાઈ હતી. જો કે, સદ્નસીબે કોઈ જાનહાની થવા પામી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારા શહેરમાં આજે વરસાદી માહોલ જોવા મળી રહ્યો હતો. જેમાં મેઘરાજાએ પોતાનો હેત વરસાવતા રસ્તા પાણી પાણી થયા હતા. તેમજ ટંકારા તાલુકાના અનેક ગામોમા પણ વરસાદી માહોલ જામ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!