ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન લજાઈ ગામની સીમમાં ભરડીયા જવાના રોડ પાસે સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલમાં પ્લાસ્ટિકના બાચકા સાથે શંકાસ્પદ હાલતમાં આવતા એક ઇસમને રોકી તેની પાસે રહેલ બાચકાની તલાસી લેતા તેમાંથી દેશી દારૂની ૩૦ નંગ પોટલી અંદાજે ૬ લીટર દારૂ મળી આવતા, પોલીસે આરોપી અજયભાઈ વિરજીભાઈ વાઘેલા ઉવ.૨૪ રહે. ઉગમણા નાકા પાસે ટંકારા વાળાની અટક કરવામાં આવી છે, આ સાથે પોલીસે સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એડી-૪૫૦૬ તથા દેશી દારૂનો જથ્થો સહિત કુલ રૂ.૨૧,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરી છે.