Thursday, July 31, 2025
HomeGujaratલાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટ વિતરણ...

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનોને રાશન કીટ વિતરણ કરાઈ

મોરબી શહેરમાં છેલ્લા 14 વર્ષથી ગંગા સ્વરૂપ સહાય સમિતિ વિધવા બહેનોને વિવિધ રૂપે સહાય કરે છે. ત્યારે આજ રોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ગંગા સ્વરૂપ બહેનો માટે રાશન કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા દરબાર ગઢ, રામ મંદિર ખાતે દર મહીનાના છેલ્લા રવિવારે ૧૫૦ જેટલા ગંગા સ્વરૂપ બહેનોને ૧ માસ ચાલે તેવી રાશન કીટ વિતરણ કરવામાં આવે છે. લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાશન કીટમાં સર્વ જ્ઞાતિના લાભાર્થીઓને ક્લબ દ્વારા એક નાનકડી મદદ કરવાંમાં આવે છે. આ પ્રોજેક્ટની શરૂઆત ચંદ્રકાંતભાઈ દફ્તરીની પ્રેરણાથી કરવામાં આવી હતી.

જ્યારે આજે ૫ વર્ષ પછી પણ ક્લબ દ્વારા અવિરત પણે આ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. દર મહિને કીટ KB બેકરીની જગ્યાએ કુતુબભાઈ ગોરૈયા, વિરેન્દ્રભાઈ પાટડિયા, તુષારભાઈ દફતરીના માર્ગદર્શનમાં તૈયાર થાય છે. જ્યારે ક્લબ મેમ્બરો પ્રોજેક્ટ ના દિવસે હાજરી આપી આ પ્રોજેક્ટને સફળતા પૂર્વક પાર પાડે છે. આ ઉપરાંત પણ વર્ષ દરમ્યાન ક્લબ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!