લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા અબોલ પક્ષીની સેવા માટે અનેક વસ્તુઓ ફ્રીમાં તેમજ અનેક આઇટમો નહિવત દરે આપવામાં આવશે. જે મેગા કેમ્પનું આયોજન મોરબીના રવાપર ચોકડી કેપિટલ માર્કેટ ચોક ખાતે રવિવારે તા. ૨૭/૦૪/૨૦૨૫ ને સવારે ૮ થી ૧ વાગ્યા સુધી આયોજન કરાયું છે. જેમાં ચકલીનાં માળા, પાણીના માટીના કુંડા અને ચકલીના માટીના માળા ફ્રીમાં તેમજ બર્ડ ફીડર, બોટલ બર્ડ ફીડર, બર્ડ નેસ્ટ અને બર્ડ વિલા તેમજ ચણ માટે પ્લાસ્ટિકના કુંડા માત્ર રૂ. ૧૦૦ ના દરે આપવામાં આવશે.
ઉનાળાનાં ધોમ ધખતા તાપમાં અબોલ પક્ષીઓની સેવામાં ફરી એક વખત લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા અવનવી વિવિધ પ્રકારની આઈટમો માટે મેગા કેમ્પ મોરબીના રવાપર ચોકડી કેપિટલ માર્કેટ ચોક ખાતે તા. ૨૭/૦૪/૨૦૨૫ ને રવિવારના રોજ સવારે ૮ થી ૧ વાગ્યા સુધી આયોજન કરાયું છે. જે મહા મેગા વિતરણ કેમ્પમાં ચકલીનાં માળા (પૂઠાનાં) મફત, માટીનાં પાણી / ચણ માટેનાં કુંડા મફત, ચકલીનાં માળા માટીના મફત,મોરબી પાંજરાપોળ માટે દાન પેટી અને ગાયનાં ગલ્લા મફત આપવામાં આવશે. તેમજ ચકલી માટે ઓટો બર્ડ ફીડર 3 સાઈઝ Rs 100, બોટલ બર્ડ ફીડર Rs 100, બર્ડ નેસ્ટ પ્લાસ્ટિકનાં Rs 100, બર્ડ વીલા પ્લાસ્ટિકનાં Rs 100, દાણા પાણી સેટ પ્લાસ્ટિકનાં Rs 100, ચણ પાણીનાં પ્લાસ્ટિક નાં કુંડા Rs 100, ચકલીનાં માળા એપલ / પાઈનેપલ (માટી નાં ડેકોરેટીવ ) Rs 150, સાકળ વાળા કુંડા Rs 50 તેમજ કુંડાનાં સ્ટેન્ડ Rs 200 ના રાહત દરે આપવામાં આવશે. જે તમામ રકમ સત્કાર્યમાં વાપરવામાં આવશે ત્યારે સમગ્ર વસ્તુઓ રૂબરૂ આવી લઈ જવા Lions Club Of Morbi Nazarbaug હેલ્પલાઇન 83482 12345, તુષાર દફ્તરી ૯૮૨૫૨૯૧૩૧૩ અને ડો રવિન્દ્ર ભટ્ટ ૯૮૯૮૨૮૮૭૭૭ પર સંપર્ક કરવા જણાવ્યું છે…