મોરબીના જુના ઘૂટું રોડ સિલ્વર પાર્ક સોસાયટીના મકાનમાંથી દારૂનો મળી આવ્યો છે. મોરબી એલ.સી.બી. ટીમે અલગ-અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. જયારે અન્ય આરોપીનું નામ ખુલતા પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી. ટીમને ખાનગીરાહે બાતમી મળી હતી કે, અલ્પેશભાઇ રમેશભાઇ કોળી તથા રવિભાઇ રમેશભાઈ કોળી નામના બે શખ્સોએ ભાગીદારીમાં અલ્પેશ રમેશભાઇ કોળીના જુના ધુંટુરોડ સીલ્વર પાર્ક સોસાયટી ખાતે સ્થિત રહેણાક મકાનમાં ભારતીય બનાવટના ઇંગ્લીશદારૂનો જથ્થો રાખી તેનુ વેચાણ કરે છે અને હાલ પણ તેની પ્રવૃતિ ચાલુ છે. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર રેઈડ કરતા સ્થળ પરથી અલ્પેશભાઇ રમેશભાઇ જીંજરીયા મળી આવતા આરોપી પાસેથી પોલીસે બે અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લીશ દારૂ વ્હીસ્કીની કાચની ૭૫૦ મી.લી.ની કંપની સીલ પેક કુલ ૨૪૦ બોટલોનો રૂ.૩,૨૧,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપી રવિભાઇ રમેશભાઇ વિંજવાડીયાને પકડવા ચક્રો ગતિમાન કાર્ય છે. અને આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન ધારા તળે ગુનો નોંધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









