Friday, January 10, 2025
HomeGujaratવાંકાનેરનાં જીનપરા જકાતનાકા પાસેથી એક્ટિવામાં હેરાફેરી કરવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરનાં જીનપરા જકાતનાકા પાસેથી એક્ટિવામાં હેરાફેરી કરવામાં આવતો દારૂનો જથ્થો ઝડપાયો

વાંકાનેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને પકડી પાડ્યો છે. જેમાં વાંકાનેર સીટી પોલીસે શંકાનાં આધારે એક એક્ટિવાને રોકી તેમાંથી વિદેશી દારૂની બોટલો પકડી પાડવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે વાંકાનેરનાં જીનપરા જકાતનાકા પાસે GJ-36-AE-7186 નંબરની એક્ટિવાનો ચાલક શંકાસ્પદ રીતે વાહન ચલાવતો હોય જેથી પોલીસે તેને રોકી વાહનની તપાસ કરતા એક્ટિવામાંથી MCDOWELLS NO.1 COLLECTION WHISKYની રૂ.૭૫૦/-ની કિંમતની બોટલ મળી આવતા પોલીસે દારૂની બોટલ તથા રૂ.૨૦,૦૦૦/-ની કિંમતની એક્ટિવા કબ્જે કરી આરોપી મનીષભાઈ મનસુખભાઈ રાઠોડ (રહે.વાંકાનેર કુંભારપરા શેરી નં-૫ તા.વાંકાનેર જી.મોરબી)ની અટકાયત કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!