Thursday, June 18, 2026
HomeGujaratવાંકાનેર નજીક છકડો રિક્ષામાં નીરણ નીચે સંતાડી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

વાંકાનેર નજીક છકડો રિક્ષામાં નીરણ નીચે સંતાડી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

વાંકાનેર તાલુકા પોલીસે બાતમીના આધારે અરણીટીંબા ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન વાંકાનેર તરફથી મીતાણા તરફ જતી એક છકડો રીક્ષા શંકાસ્પદ લાગતા તેને રોકી તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન નીરણ અને સુકા ઘાસ નીચે છુપાવી રાખવામાં આવેલી વિવિધ બ્રાન્ડની 287 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી ₹2,13,718 કિંમતનો દારૂ, ₹50,000 કિંમતનો નંબર પ્લેટ વગરનો છકડો રીક્ષા અને ₹10,000 કિંમતનો સેમસંગ મોબાઇલ ફોન મળી કુલ ₹2,73,718નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો બોટાદ જિલ્લાના તરઘરા ગામના અજયભાઈ ખાચરે આપ્યો હોવાનું અને વીરવાવના અજયસિંહ જાડેજા સુધી પહોંચાડવાનો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ દારૂ સપ્લાય અને ડિલિવરી ચેઇનમાં સંકળાયેલા અન્ય શખ્સોની ભૂમિકા અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!