મોરબી જીલ્લા એસ.પી. રાહુલ ત્રિપાઠી દ્વારા દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન મોરબી સીટી એ ડીવીજન પોલીસ દ્વારા મોરબીનાં વાવડી રોડ પર બે કારમાં થઈ રહેલ દારૂની હેરાફેરી ઝડપી પાડી ત્રણ ઈસમોને પકડી પાડ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબી સીટી એ ડીવીજન પોલીસની ટીમ ગઈકાલે પેટ્રોલિંગમાં હતી. ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મોરબી વાવડી રોડ મીરાપાર્ક પાસે બે કારમા દારૂની હેરફેર થઇ રહી છે. જે બાતમીના આધારે પોલીસે રેઇડ કરી કિશનસીંહ ઉદેસિંહ સીસોદીયા,પ્રતિપાલસિંહ મહેશસિહ રાણા તથા રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ નામના ત્રણ ઇસમોને રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૯૬ બોટલના રૂ. ૧,૨૪,૮૦૦/- તથા GJ-38-B-3707ની બ્રેઝા કાર તથા GJ03-ER-4347 નંબરની બોલેરો કારના રૂ.૯,૦૦,૦૦૦/-મળી કુલ રૂ.૧૦,૨૪,૮૦૦/-નાં મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે