Thursday, May 2, 2024
HomeGujaratમોરબીના નામચીન આરોપીએ રૂમમાં ભોંયરુ બનાવી છુપાડેલ અધધ રૂપિયા ૪.૬૯ લાખનો દારૂ...

મોરબીના નામચીન આરોપીએ રૂમમાં ભોંયરુ બનાવી છુપાડેલ અધધ રૂપિયા ૪.૬૯ લાખનો દારૂ ઝડપાયો

હોળી અને ધૂળેટીના પર્વ માટે મંગાવેલો અને રાજપર રોડ પર આવેલ નામચીન આરોપીનાં મકાનના રૂમમાં ભોંયરો બનાવી છુપાડેલ રૂ.૪,૬૯,૭૦૦/-ની કિંમતનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી પાડયો છે. રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તથા મોરબી એસ.પી. રાહુલ ત્રિપાઠીની મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવાની સૂચના મુજબ એલ.સી.બી. પી.આઇ. ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ મોરબી ક્રાઇમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, ઉચ્ચ અધિકારીઓએ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિ સદંતર નાબુદ કરવાની સૂચના કરેલ હોય જે અન્વયે એલ.સી.બી.ના પી.એસ.આઇ. કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. ટીમને ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબી રાજપર રોડ, મારૂતિ સુઝુકીના વર્કશોપની પાછળ ઓમ સાંઇ લાઇટની સામે આવેલ દિગ્વિજયસિંહ ઉર્ફે દિગુભા છત્રસિંહ જાડેજાના મકાનમાં રેઇડ કરી રૂમમાં બનાવેલ ગુપ્ત ભોંયરામાંથી ગેર કાયદેસર રીતે પરપ્રાંતમાંથી મંગાવેલ ભારતીય બનાવટનો રૂ.૨,૩૬,૦૦૦/-ની કિંમતની J&B બ્લેન્ડેડ સ્કોચ-વ્હીસ્કીની ૧૧૮ બોટલો, રૂ.૯૬,૦૦૦/-ની કિંમતની બેલેન્ટાઇન ફાઇનેસ્ટ બ્લેન્ડેડ સ્કોચ-વ્હીસ્કીની ૪૮ બોટલો, રૂ.૯૬,૦૦૦/-ની કિંમતની જોનીવોકર બ્લેક લેબલ બ્લેન્ડેડ સ્કોચ-વ્હીસ્કીની ૪૮ બોટલો, રૂ.૨૪,૦૦૦/-ની કિંમતની જેમ્સન આઇરીસ વ્હીસ્કીની ૧૨ બોટલો, રૂ.૧૫,૩૦૦/-ની કિંમતની બ્લેન્ડર્સ પ્રાઇડ સીલેકટ પ્રીમીયમ વ્હીસ્કીની ૧૮ બોટલો તથા રૂ.૨૪૦૦/-ની કિંમતના બડવાઇઝર મેગનમ બીયરના ૨૪ ટીન મળી કુલ રૂ.૪,૬૯,૭૦૦/-નો મુદ્દામાલ મળી આવતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!