મોરબીમાં હિસ્ટ્રીશીટરોના ઘર પર બુલડોઝર ફેરવ્યા બાદ મોરબીમાં એસપીની આગેવાનીમાં પોલીસનું મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જુદા જુદા સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લેવામાં આવી હતી અને ગેરકાયદેસર વીજ જોડાણો કટ કરવામાં આવ્યા હતા.
ગૃહમંત્રી અને રાજ્યના પોલીસ વડાએ કરેલા આદેશનાં પગલે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા કડક કામગીરી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત જીલ્લાના જુદા જુદા 166 હિસ્ટ્રીશીટરોની યાદી બનાવવામાં આવી છે.
અને મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી જિલ્લાના માળિયા મીયાણા, હળવદ,મોરબી શહેરના વિશિપરા, કાલિકા પ્લૉટ, જોન્સ નગર, મછીપીઠ સહિતના જુદા-જુદા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું હતું. અને મોરબી જિલ્લામાં લિસ્ટેડ ગુનેગારોએ લીધેલા ગેરકાયદેસર વીજ જોડાણ પર તવાઈ બોલાવી હતી. જેમાં PGVCL ની ટીમને સાથે રાખી ગેરકાયદેસર વીજ જોડાણો કટ પણ કરવામાં આવ્યા હતા.
તેમજ અમુક ગુન્હેગારોને PGVCL ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવ્યા હતા. જેમાં મોરબીમાં ઈરફાન વલીમહમદ કટારા (રહે કુલી નગર 1), શાહરૂખ ફિરોજભાઈ પઠાણ, ઈકબાલ ગુલમામદ માણેકના ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરવામાં આવ્યા હતા, તેમજ ટંકારામાં કુલદીપસિંહ ઝાલા, જયપાલસિંહ ઝાલાના ઘરે ગેરકાયદેસર વીજ જોડાણ કટ કરાયા હતા. જયારે હળવદમાં પણ બે હિસ્ટ્રી શીટરના ગેરકાયદે વીજ જોડાણ કટ કરાયા હતા. આટલું જ નહિ આગામી સમયમાં ગેરકાયદેસર બાંધકામ પણ તોડી પાડવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.