ગુજરાત રાજયમાં અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા ૧૦૦ કલાકના એજન્ડા અંતર્ગત રાજકોટ રેન્જ વિસ્તારમાં અલગ અલગ વિભાગ સાથે સંકલન કરી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં રાજકોટ રેન્જમાં પાંચ જિલ્લામાં ૨૨૬૭ અસામાજિક ઇસમોની યાદી તૈયાર કરાઈ છે. જેમાં બુટલેગરના ૭૦૦, જુગારના ૮૬, શરીર સબંધી ૧૧૦૬, મિલકત સબંધી ૧૭૧, માઈનિંગના ૬૨ અને અન્યના ૧૪૨ મળી કુલ ૨૨૬૭ અસામાજિક ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી છે.
પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજય ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તેમજ લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય તે માટે સ્થાનિક પોલીસ તથા વહિવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે ૧૦૦ કલાકના એજન્ડા અન્વયે રાજકોટ રેન્જ હસ્તકના રાજકોટ ગ્રામ્ય, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર તથા દેવભુમી દ્વારકા જિલ્લા વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. તેમજ આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદાકીય પગલા લેવા સુચના આપવામાં આવતા રાજકોટ રેન્જ વિસ્તારમાં છેલ્લા ૪(ચાર) દિવસમાં અલગ અલગ વિભાગો સાથે સંકલન કરી કડક કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે. જેમાં રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં કુલ ૨૨૬૭ અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં દ્વારકામાં બુટલેગર ૬૬, જુગારના ૨૦, શરીર સબંધીત ૮૧, મિલકત સબંધીત ૧૯, માઇનીંગ ૧૫ અને અન્ય ૮ મળી કુલ ૨૧૦, જામનગરમાં બુટલેગરના ૧૧૫, જુગારના ૧૦, શરીર સંબંધીત ૧૧૭, મિલકત સબંધી ૨૪, અન્ય ૧૯ મળી કુલ ૨૮૫, મોરબીમાં બુટલેગર ૬૫, જુગારના ૨, શરીર સબંધિત ૯૩, મુલાકાત સબંધી ૧૯, માઈનિંગ ૧ અને અન્ય ૭ મળી કુલ ૧૮૭, રાજકોટ ગ્રામ્યમાં બૂટલેગરના ૨૨૩, જુગારના ૧૯, શરીર સબંધી ૧૪૭, મિલકત સંબંધી ૨૮, માઈનિંગ ૫, અન્ય ૧૬ મળી કુલ ૪૩૮, સુરેન્દ્રનગરમાં બુટલેગરના ૨૩૦, જુગારના ૩૫, શરીર સબંધી ૬૬૮, મિલકત સબંધી ૮૧, માઈનિંગ ૪૧ અને અન્ય ૯૨ મળી કુલ ૧૧૪૭ કેસ મળી કુલ રેન્જ વિસ્તારમાં બૂટલેગરના કુલ ૭૦૦, જુગારના ૮૬, શરીર સબંધી ૧૧૦૬, મિલકત સબંધી ૧૭૧, માઈનિંગના ૬૨ અને અન્યના ૧૪૨ મળી કુલ ૨૨૬૭ અસામાજિક ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી છે. જે અસામાજિક ગુંડા તત્વોની યાદીમાંથી જામનગરના ૨૯, મોરબીના ૧૨, રાજકોટ ગ્રામ્યના ૯ અને સુરેન્દ્નગરના ૧૪ મળી કુલ ૬૪ ઇસમો ઉપર પાસા તેમજ દ્વારકા ૧, જામનગરના ૩૧, મોરબીના ૧૨, રાજકોટ ગ્રામ્યના ૩૬ અને સુરેન્દ્રનગરનાં ૭ મળી કુલ ૮૭ ઇસમો ઉપર હદપારીની દરખાસ્તો તૈયાર કરવામાં આવી છે. તેમજ દ્વારકામાં ૯, જામનગરમાં ૧૪૮, મોરબીમાં ૧૧૨ અને રાજકોટ ગ્રામ્યમાં ૧૦૯ મળી કુલ-૩૭૮ ઇસમો ઉપર અટકાયતી પગલાઓ લેવામાં આવ્યા છે. તેમજ GP Act-૧૩૫ ના ૧૨ કેસો કરવામાં આવ્યા છે.
રાજકોટ રેન્જ હસ્તકના જામનગર જિલ્લામાં ગેરકાયદેસર ખાણ ખનીજ કરતા કુલ ૧૨ અસામાજીક ગુંડા તત્વોની ચકાસણી કરી કુલ- ૫ ઇસમો વિરુધ્ધ ખાણ ખનીજ વિભાગ સાથે સંકલનમાં રહી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લાઓમાં કરવામાં આવેલ ગેરકાયદેસર બાંધકામના કુલ-૨૭૭ અસામાજીક ગુંડા તત્વોની મિલ્કતોની ચકાસણી કરવામા આવી છે. જેમાં વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહી કુલ ૧૯ ઇસમોના બાંધકામ ગેરકાયદેસર જણાતા બાંધકામ તોડી પાડી તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જામનગરમાં સંકલનમાં ૧૩૬ અને ૫ માં અમલવારી, મોરબીમાં ૨૫ માં સંકલન કરી ૧૦ સામે અમલવારી, રાજકોટ ગ્રામ્ય સંકલન ૧૧૫ સામે અને ૩ સામે અમલવારી તેમજ સુરેન્દ્રનગર માં સંકલનમાં ૧ અને તેની સામે અમલવારી કરવામાં આવી છે.. તેમજ રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં અસામાજીક ગુંડા તત્વો દ્રારા પોતાના રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર વિજ જોડાણ કરી ચોરી કરવામાં આવતી હોય તેવા ઇસમો વિરુદ્ધ વિજળી વિભાગ સાથે સંકલનમાં રહી દ્વારકામાં ૪ સંકલન, ૫૧ કનેકશન પકડી ૫૧,૭૫,૦૦૦ નો દંડ, જામનગરમાં ૨૬૯ સંકલન, ૧૨૯ કનેકશન અને ૧,૦૦,૮૦,૬૪૪ નો દંડ, મોરબીમાં ૨૭ સંકલન ૩૦ કનેકશન અને ૨૨,૩૮,૬૩૪ નો દંડ, રાજકોટ ગ્રામ્યમાં સંકલન ૨૧૧, કનેકશન ૬૧ અને ૩૩,૫૩,૭૬૨ નો દંડ અને સુરેન્દ્રનગરનાં સંકલન ૪૨, કનેક્શન ૧૦૭ અને ૫૭,૭૪,૫૪૨ નો દંડ મળી કુલ પાંચ જિલ્લામાં સંકલન કુલ ૫૫૩ ઇસમોના રહેણાંક મકાન ઉપર ચેકીંગ દરમિયાન કુલ ૩૭૮ ઇસમોના વિજ કનેકશનમાં ગેરરીતી ઝડપાતા તેઓના વિજ કનેકશન કાપી રૂ.૨,૬૬,૨૨,૫૮૨/- નો દંડ ફટકારવામા આવ્યો છે. જામનગર જિલ્લામાં ૬૦ કેસો તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ર એન.સી. કેસો દાખલ કરવામાં આવ્યા છે. તેમજ દેવભુમી દ્રારકા જિલ્લામાં જુગાર ધારા હેઠળ કલમ ૪,૫ મુજબ કેસ-૧ અને પ્રોહિ કેસ-૪, એમ.વી.એકટ ૨૦૭-૫ કરવામાં આવ્યા છે., જામનગર જિલ્લામાં એમ.વી.એક્ટ કલમ 207 મુજબ વાહનો ડિટેઇન-૭૫, પ્રોહીબિશન અંગેના કેસો-૧૪૭, ડ્રીંક એન્ડ ડ્રાઈવના ૮ કેસો, મોરબી જિલ્લામાં પ્રોહિ કેસ-૩, BNS-૨૨૩ આરોપી-૪ ચેક કર્યા છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ભાડુઆત જાહેરનામા ભંગ-૨૦, શરતી જામીન રદ્દ કરવા કોર્ટમાં ૭ રિપોર્ટ કરેલ છે. ગેરકાયદેસર નાણાકીય વ્યવહાર કુલ-૮૬ ચેક કરવામાં આવ્યા છે. તેમજ સુરેન્દ્રનગર જિલ્લામાં એમ.વી.એકટ એન.સી.હેઠળ કેસો-૧૪૬ તેમજ દંડ-રૂ.૬૪,૭૦૦/- કરવામાં આવેલ છે. આમ, છેલ્લા ૪ દિવસમાં અસામાજિક તત્વો સામે લાલ આંખ પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે જે કામગીરી આગામી સમયમાં પણ રાજકોટ રેન્જ હેઠળના જિલ્લાઓમા અસામાજીક ગુંડા તત્વો વિરુધ્ધ ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.