ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા દર વર્ષે સાક્ષરતા વીક ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ ક્લબ દ્વારા ચીફ પેટ્રોન હિતેષભાઈ પંડયાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મોરબીના આર્થિક રીતે પછાત પરિવારનાં બાળકો માટે નિઃશુલ્ક કમ્પ્યુટરનો 3 મહિનાનો ccc certified કોર્સ કરાવવામાં આવ્યો હતો.
ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબીના જણાવ્યા અનુસાર, ઇન્ડિયન લાયન્સ ક્લબ મોરબી દ્વારા દર વર્ષે સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આજરોજ ચીફ પેટ્રોન હિતેશભાઈ પંડયાના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દર વર્ષેની જેમ સાક્ષરતા વીકની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે મોરબીના આર્થિક રીતે નબળી પરિસ્થિતિના પરિવારના 30 બાળકોને નિઃશુલ્ક CCC નો કમ્પ્યુટરનો કોર્સ શરૂ કરાવવામાં આવ્યો છે. આ તકે નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલાએ ક્લબ વતી હિતેશસરને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રેસિડેન્ટ મયૂરીબેન કોટેચાએ કમ્પ્યુટર ક્લાસના હીનાબેન પરમાર અને આ પ્રોજેક્ટના દાતા દુબઈ સ્થિત નરેશભાઈ કાનજીભાઈ મેપાનીનો આભાર માન્યો હતો. ક્લબ મેમ્બર્સ એ આ તકે હાજર રહી કેક કટિંગ કરીને બધાએ સાથે મળીને હિતેશભાઈ પંડયાના જન્મદિવસની ઉજવણી કરી હતી.