રાજ્ય સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તા.૧૦/૦૨/૨૦૨૪ ના રોજ ડિસા બનાસકાંઠા ખાતે પ્રધાનમંત્રીના હસ્તે આવાસોના ઈ-લોકાર્પણ અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ બી.એલ.સી.ઘટક હેઠળના આવાસોના ઈ-ગૃહ પ્રવેશનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને મોરબી નગરપાલિકા દ્વારા ૬૫-મોરબી વિધાનસભા વિસ્તારમાં શહેરના એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ શનાળા રોડ ખાતે સવારે ૧૨:૦૦ કલાકથી જીવંત પ્રસારણ યોજવામાં આવશે.
રાજ્ય સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તા.૧૦/૦૨/૨૦૨૪ ના રોજ ડિસા બનાસકાંઠા ખાતે પ્રધાનમંત્રીના હસ્તે આવાસોના ઈ-લોકાર્પણ અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ બી.એલ.સી.ઘટક હેઠળના આવાસોના ઈ-ગૃહ પ્રવેશનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમનું જીવંત પ્રસારણનો પ્રોગ્રામ નિહાળવા માટે રાજયની કુલ – ૬૭ વિધાનસભા વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. જેમાં મહાનગરપાલિકા તેમજ એ વર્ગની નગરપાલિકાઓનો સમાવેશ થયેલ છે. જે લાઇવ કાર્યક્રમનું પ્રસારણ મોરબી નગરપાલિકા દ્વારા ૬૫-મોરબી વિધાનસભા વિસ્તારમાં આવેલ એ.પી.એમ.સી. માર્કેટીંગ યાર્ડ શનાળા રોડ ખાતે તા ૧૦/૦૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૨:૦૦ કલાકથી શરૂ કરવામાં આવશે જે કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ મુખ્ય અતિથિ તરીકે મોરબી માળિયા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તમામ આગેવાનો તેમજ મોરબી જીલ્લાની વિવિધ કચેરીના અધિકારીઓ તથા પદાધિકારીઓ ઉપસ્થિતિ રહેશે. જે કાર્યક્રમમાં જુદી જુદી યોજનાના લાભાર્થીઓને તેમજ આવાસ યોજનાનાં લાભાર્થીઓને ઉપસ્થિત રહેવા નગરપાલિકા મોરબી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.