માળિયા-મિયાણા તાલુકાના લોકોએ તાલુકાના સંભવિત વિભાજન સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોએ આ નિર્ણયને “રાજકીય કિન્નાખોરીનું પરિણામ” ગણાવતાં જણાવ્યું છે કે છેલ્લા ૨૦ વર્ષથી તાલુકાને ઈરાદાપૂર્વક વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે. તાજેતરમાં એવી ચર્ચાઓ વેગ પકડી રહી છે કે માળિયા-મિયાણા તાલુકાનું વિભાજન કરી નવા બે તાલુકાઓ બનાવવાની તૈયારી ચાલી રહી છે, જેમાં માળિયા-મિયાણા તાલુકાને માત્ર ચારથી પાંચ ગામડાઓ સુધી સીમિત કરવામાં આવશે. આ અંગે લોકોએ ગંભીર વિરોધ નોંધાવ્યો છે અને આ નિર્ણયને “અયોગ્ય અને અન્વાય” ગણાવ્યો છે.
માળિયા-મિયાણા તાલુકાના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અનેક બાબતોમાં રાજકારણીયોની કિન્નાખોરીનું શિકાર એવા માળિયા-મિયાણા તાલુકાને અનેક બાબતોમાં છેલ્લા ૨૦ વર્ષોથી વંચિત રાખવામાં આવેલ છે.અને તેવામાં હાલમાં એવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે.કે માળિયા-મિયાણા તાલુકાનું વિભાજન કરી અન્ય બે તાલુકા બનાવવામાં આવશે અને માળિયા-મિયાણા તાલુકાને માત્ર 4/5 ગામડાઓથી જ સીમિત કરવામાં આવશે. તેવી લીક ચર્ચાઓએ જોર પકડ્યો છે. અને એવી પણ વાતો સંભળાય છે કે જે ગામડાઓ વિભાજનમાં અસહમત છે. તેઓને પણ પરાણે નવા તાલુકાઓમાં સમાવવાની કુટનીતિ ચાલી રહી છે.જે ખરેખર અયોગ્ય અને અન્વાય છે. માળિયા-મિયાણા તાલુકો એ રજવાડાઓનું અનેક ગામડાઓનું સ્ટેટ હતું અને આઝાદી પછી પણ અનેક જિલ્લાઓની સરહદો વાળુ મેઈન સેન્ટર વાર તાલુકો છે. તો તેને ભાંગીને તંત્ર કે રાજકારણીઓ શું સાબિત કરવા માંગે છે.? માળિયા-મિયાણા તાલુકા અને શહેરને રાજકીય કીન્નાખોરીમાં આશરે ૨૦ વર્ષોથી વિકાસથી વંચિત રાખવામાં આવેલ તેનું જવાબદાર કોણ? કોઈપણ તાલુકામાંથી નવા તાલુકા બનાવવામાં આવેતો તેના નીતિ નિયમો અને જોગવાઈઓને ધ્યાનમાં લઇ બનાવવામાં આવે છે. ગામડાઓ અસહમત હોય તેમ છતાં કેમ અયોગ્ય કામગીરી થઇ રહી છે. ? માળિયા-મિયાણા તાલુકો પહેલાથી અનેક વખત નવા તાલુકાઓમાં વિભાજન થઈ થઈ ૫૨(બાવન) ગામડા ઓમાંથી માત્ર હવે ગામડાઓ રહ્યા છે. અને તે ૪૦ ગામડાઓનું મુખ્ય સેન્ટર છે.તો તેને પણ હવે વિભાજન/નાબુદ કરવું તે કેટલે અંશે યોગ્ય છે.? માળિયા-મિયાણા તાલુકાથી અસહમત હોય તેવા ગામડાઓની સંખ્યા કેટલી છે અને અન્ય નવા બે તાલુકાઓ માટે કેટલા ગામડાઓ સહમત અને અસહમત છે.તેની યોગ્ય તપાસ કરાવવી. મોરબી જીલ્લાનું છેવાડાનું અને અનેક બાબતોમાં વિકસિત અને સગવડો ધરાવતું ગામ-આમરણ(ચોવીસી)જે વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટીએ તાલુકા માટે યોગ્ય સેન્ટર હોય તો તેને તાલુકાનું કેમ દરજ્જો મળતું નથી. અને જો પીપળીયાની જગ્યાએ આમરણ ને નવા તાલુકા તરીકે જાહેર કરવામાં આવે તો મોરબી તાલુકા, માળિયા-મિયાણા તાલુકો અને જોડિયા તાલુકોના દુર દુર સુધીના અનેક ગામોના લોકોને સુખાકારી અને ફાયદો થાય. ત્યારે આ તમામ બાબતે માળિયા મિયાણા તાલુકાનું વિભાજન કરવું યોગ્ય ન હોય તેથી તેને યથાવત રાખી યોગ્ય વિકાસના પંથે લઇ જવામાં આવે અને નવા તાલુકાઓના ઉદ્ભવની બાબત સ્થગિત કરવામાં આવે એવી તમામ શહેરી જનો તથા તાલુકાના અસહમત ગામડાઓ છે. તે તમામની માંગ છે. ત્યારે લોક સુખાકારીની અરજને વહેલીતકે ન્યાય આપવામાં આવે નક્કર સ્થાનિકો ગાંધી ચિંધ્યા માર્ગે ચાલી તમામ તાલુકાના લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરીશે. અને જરૂર પડયે નામદાર કોર્ટમાં પણ જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવા લડત ચલાવશે. તેવી ચીમકી ઉચ્ચારવામા આવી છે.