ઉધ્યોગ અને રહેણાંક વિસ્તારોનું ફીડર અલગ કરવાની તાતી જરૂરિયાત
મોરબીના લાતી પ્લોટમાં દર બુધવારે વીજકાપ હોય છે અને આ વિસ્તાર છે તે ઔધ્યોગિક વિસ્તાર હોવાથી વીજકાપ હોય છે અથવા તો અવાર નવાર મેન્ટેનન્સ થતું હોય છે પરંતુ લાતી પ્લોટ ફીડર માં જ અનેક રહેણાંક સોસાયટીના પણ વીજ કનેક્શન આપવામાં આવેલ હોવાથી હજારો લોકોને પણ દર બુધવારે કલાકો સુધી વીજળી વગર રહેવાણી ફરજ પડે છે.
મોરબીના પંચાસર રોડ પર શ્યામ પાર્ક ૧, શ્યામ પાર્ક ૨,હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ સહિતના વિસ્તારમાં હાલ અત્યારે પણ છેલ્લા બે કલાક થી વધુ સમયથી વીજળી ગુલ થઈ છે અને આ લાતી પ્લોટ ફિડરમાં મેન્ટેનન્સ ચાલતું હોવાથી આજે વીજળી ગુલ થઈ છે પરંતુ અવાર નવાર આ સોસાયટીઓ માં વીજળી ગુલની સમસ્યાઓ સર્જાય છે આ સમસ્યાનું કારણ એ છે કે રહેણાંક વિસ્તારનું વીજ કનેક્શન લાતી પ્લોટ એટલે કે ઇન્ડસ્ટ્રી ઝોન માં આવેલ લાતી પ્લોટ ફિડરમાં આપવામાં આવેલ છે અને દરેક બુધવારે આ ઔધ્યોગિક વિસ્તારમાં વીજકાપ હોય છે સાથે જ ઔદ્યોગિક વિસ્તારમાં હેવી વોલ્ટેજ ના મશીન ચાલતા હોવાથી વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા થાય છે અને આ સમસ્યાનો ભોગ સાથે સાથે રહેણાંક વિસ્તારના લોકો પણ બને છે આ સમસ્યા બાબતે અગાઉ ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા જ્યારે કલેક્ટર કમિશનર સહિતના અધિકારીઓ સાથે નાઇટ પેટ્રોલિંગ માં નિકળ્યા હતા ત્યારે પણ શ્યામ પાર્ક ના રહેવાસીઓએ આ બાબતે તેઓને રજૂઆત કરી હતી અને તેમના દ્વારા અધિકારી ને સૂચના પણ આપવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ મામલે કોઈ કામગીરી થઈ નથી અને ઔધોગિક વિસ્તારમાં આવતા ફીડર માં મેન્ટેનન્સ ની અવાર નવાર જરૂરિયાત રહેતી હોવાથી આજે પણ છેલ્લા કલાકોથી રહેણાંક વિસ્તારના લોકો વીજળી વગર દિવસ પસાર કરવા મજબૂર બન્યા છે.









