વાંકાનેર તાલુકાના અમરસર ગામના નવાપરા વિસ્તારમાં છેલ્લા સાત થી આઠ વર્ષથી ગંદકીના ગંજ ખડકાયેલા છે શેરીની આસપાસ વરસાદી પાણી ભરાવવાના કારણેનું સામ્રાજ્ય ફેલાયેલું છે આ બાબતે સ્થાનક દ્વારા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી તાકીદે સમસ્યાનો નિકાલ કરવા માંગ કરવામાં આવી છે.
વાંકાનેરના અમરસર (નવાપરા) ખાતે રહેતા ખોળાભાઈ હરજીવનભાઇ ચાવડા દ્વારા વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમરસર (નવાપરા)માં છેલ્લા સાત થી આઠ વર્ષથી ગારો, કીચડ, પાણી ભરાવાથી ગંદકીનાં ગંજ જામે છે. જે અંગે સ્થાનિકો દ્વારા ગ્રામ પંચાયતમાં અનેક વખત રજૂઆત કરેલ છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારના પગલા લેવામાં આવતા નથી અને આ વિસ્તારને સમસ્યા હલ થતી નથી જેના કારણે સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ગંદકીના કારણે બીમારી નું પ્રમાણ પણ વધતા સ્થાનિક ગ્રામજનોને દવાખાના ના ખર્ચાઓ થઈ રહ્યા છે જેથી આ બાબતે ખોડાભાઈ હરજીવનભાઈ ચાવડાએ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી અમરસર (નવાપરા)માં સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગણી કરી છે.