Monday, October 7, 2024
HomeGujaratહળવદ ના લોક લાડીલા નેતા અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી જયંતિભાઈ...

હળવદ ના લોક લાડીલા નેતા અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી જયંતિભાઈ કવાડિયા ને પ્રદેશ ભારતીય જનતા પક્ષ ના ઉપાધ્યક્ષ નિયુક્તિ થતા હળવદ શહેર ખાતે સન્માન સમારંભ યોજાયો

ગઇકાલે હળવદ ભારતીય જનતા પક્ષ દ્વારા હળવદ ધ્રાંગધ્રા વિસ્તાર ના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને સતત લોકો ની વચ્ચે રહેતા જયંતીભાઈ કવાડિયા ની તાજેતર માં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ ના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ થતા હળવદ ભારતીય જનતા પક્ષ દ્વારા તેમનો અભિવાદન સમારંભ યોજાયો હતો અને હળવદ અને ધ્રાંગધ્રા ના કાર્યકર્તાઓ એ પુષ્પમાળા પહેરાવી સાલ અને પાઘડી પહેરાવી ભવ્યાતિભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને હળવદ ના નગરજનોએ આ નવીન જવાબદારી મળવા બદલ શુભેચ્છાઓ નો વરસાદ વરસાવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

આ કાર્યક્રમ માં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, બાબુભાઇ હૂંબલ અને જયરાજસિંહ જાડેજા પ્રદેશ ભાજપ ના આગેવાન બીપીનભાઈ દવે સહિત હળવદ ધ્રાંગધ્રા ના સૌ કાર્યકર્તાઓ ઉત્સાહભેર જોડાયા હતા. આ કાર્યક્રમ ને સફળ બનાવવા ભારતીય જનતા પક્ષ ના હળવદ શહેર અધ્યક્ષ અજયભાઈ રાવલ , ગ્રામ્ય પ્રમુખ રજનીભાઇ સંઘાણી સહિત હોદેદારો કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!