Sunday, January 12, 2025
HomeGujaratલોકસભા સામાન્ય ચૂંટણીઓ - ૨૦૨૪:મકાન દિવાલો કે જાહેર સ્થળોએ પૂર્વ પરવાનગી વિના...

લોકસભા સામાન્ય ચૂંટણીઓ – ૨૦૨૪:મકાન દિવાલો કે જાહેર સ્થળોએ પૂર્વ પરવાનગી વિના સૂત્રો કે ભીંત ચિત્રો પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ

ભારતનાં ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ગુજરાત રાજયમાં તા.૦૭/૦૫/૨૦૨૪ ના રોજ મતદાન થનાર છે. જેથી. પ્રચાર ઝુંબેશ અનુસંધાને ઉમેદવારો તેમના કાર્યકરો દ્વારા જાહેર તથા ખાનગી મિલ્કત માલિકની લેખિત અને પૂર્વ પરવાનગી વિના કોઈપણ વ્યકિતની જમીન મકાન, કમ્પાઉન્ડ દિવાલ, જાહેર રોડ, રસ્તા વગેરેનો ઉપયોગ કરવા દેશે નહીં તેવી જોગવાઈ કરવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

ચૂંટણી પંચે જાહેર કરેલ આચાર સંહિતાનો અમલ કરાવવા અને લોકોની તેમજ જાહેર માલ મિલ્કતને થતી હાની, વિકૃતિ, બગાડ અટકાવવા માટે જિલ્લા મેજસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી.ઝવેરીએ જાહેરનામું બહાર પાડી ફરમાવેલ છે કે, સબંધિત જાહેર મિલ્કત અને ખાનગી માલીકોની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના જાહેર અથવા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહીં. કોઈ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઈપણ રીતે જાહેર અથવા ખાનગી મિલ્કત બગડે તેવી રીતે ચૂંટણી પ્રચાર કરવા વગેરે માટે માલીકની લેખિત અને પૂર્વ પરવાનગી લીધા વિના કોઈપણ વ્યકિતની જમીન/મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ-રસ્તા વગેરેનો ઉપયોગ કરવો નહીં કે બગાડવા નહીં.

જાહેર મકાન એ શબ્દ પ્રયોગમાં મિલ્કત જેવી કે ધોરી માર્ગ, શેરી ગલી, ચાર રસ્તા, ચાર રસ્તા પર માર્ગ દિશા બતાવતા સાઈન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઈલ સ્ટોન, રેલ્વે ફાટક ઉપર ચેતવણી રૂપ નોટીસ, રેલ્વે પ્લેટફોર્મ, બસ, વાહન, ટર્મીનલના નામના બોર્ડ અથવા જાહેર જનતાની સગવડતા માટે પ્રદર્શિત કરેલ કોઈ અન્ય નોટીસ સાઈન બોર્ડનો સમાવેશ થાય છે.

આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાપાત્ર થશે. આ જાહેરનામું તા.૦૮/૦૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!