હળવદ તાલુકાના જુદા જુદા રોડોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હળવદ તાલુકાના વર્ષો જુની રોડ સમસ્યાઓ થી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો જે બાબતે હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ રજૂઆત કરતા નવા ધનાળા થી પ્રતાપગઢ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું,જ્યારે કોયબા એપરોજ રોડ નું લોકાર્પણ કરવામાં આવ્યું, ઢવાણા જીવા રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હળવદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા ના અથાગ પ્રયત્નોથી લોકોની મુશ્કેલીઓને ધ્યાને રાખીને રોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ તકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા સહિતના અગ્રણીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રામજનોએ ધર્મેન્દ્રસિંહ ઝાલાનો આભાર વ્યક્ત કર્યો હતો.