હાલના યુગમાં તમામ કાર્યવાહી કામગીરી કોમ્પ્યુટર આધારિત થઈ ગઈ છે સાથે સાથે સરકારી કામો પણ નિયમ બદ્ધ કરવામાં.આવતા હોય છે અને સરકારી દસ્તાવેજો માં સુધારા વધારા કરવામાં હવે પહેલાની જેમ અણઘડ વહીવટ નથી ચાલતો શબ્દોમાં કે નામમાં સહેજ અમથા ફેર ને કારણે પણ કામ અટકી પડે છે અથવા તો કામ વધી જાય છે.એવી જ એક તકલીફ ખેડૂતોને હતી જે બાબતની અનેક રજૂઆતો ને હવે નિકાલ કરવામાં આવશે એવું સરકાર દ્વારા સબંધિત વિભાગને સૂચન કરવામાં.આવ્યું છે.
ભૂતકાળમાં ખેડૂતો ના હુલામણા નામ હતા જેમાં ભાઈ ,જી કે કુમાર જેવા નામ ને કારણે અનેક સમસ્યાઓ ઊભી થતી હતી જેના કારણે પાક ધિરાણ મેળવવામાં કે બેંક ધિરાણ મેળવવામાં ખેડૂતોને મુશ્કેલી પડતી હતી જે બાબત ની અસંખ્ય રજૂઆતો પડતર પડી છે ને આ મામલે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા સરકારમાં રજુઆત કરવામાં.આવી હતી જેને પગલે સરકાર ના સૂચન ને પગલે મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના તમામ કલેકટર ને પરિપત્ર લખી સૂચન કરવામાં આવ્યું છે કે ખેડૂતોનો ઈરાદો સુદ્ધ હોય તેવા કિસ્સા માં ૭/૧૨ માં ભાઈ, કુમાર , જી જેવા સામાન્ય શબ્દોમાં સુધારો કરવા બાબત ની રજૂઆતોને ધ્યાનમાં લઈને નિયમાનુસાર કાર્યવાહી કરવા સૂચન કરવામાં આવ્યું છે.