Friday, April 19, 2024
HomeGujaratમોરબી-માળીયા હાઈવે ઉપર જીનિંગ મિલમાં કપાસના જથ્થામાં આગ લાગતા લાખોનું નુકશાન

મોરબી-માળીયા હાઈવે ઉપર જીનિંગ મિલમાં કપાસના જથ્થામાં આગ લાગતા લાખોનું નુકશાન

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-માળીયા હાઇવે સનોરા સીરામીકની નજીક આવેલી આશા ઇન્ડસ્ટ્રીઝ નામની જીનીંગ મિલના ગ્રાઉન્ડમાં પડેલ કપાસના ઢગલામાં અને ફિડીંગ બોક્સમાં અચાનક આગ લાગતા બનાવ અંગે નિલેશ જેઠાભાઇ પનારા પટેલ (ઉ.વ.૩૫) રહે.રવાપર રોડ સરદાર પટેલ સોસાયટી મોરબી વાળાએ બી ડીવીઝન પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો બનાવની તપાસ માટે ઉક્ત સ્થળે ઘસી ગયો હતો. જ્યાં પ્રાથમિક તપાસમાં ઇલેક્ટ્રિક મોટરમાં કોઈ કારણોસર શોર્ટસર્કિટથી આગ લાગતાં જીનિંગ મિલના મેદાનમાં પડેલા કપાસના ઢગલામાં તેમજ ફિડીંગ બોક્સમાં આગ લાગી હોવાનું સામે આવ્યું હતું. આગ લાગવાથી અંદાજે ૨.૫ લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો પ્રાથમિક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. બનાવ સંદર્ભે નોંધ કરીને બી ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ. ફિરોઝભાઈ સુમરાએ આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!