મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-ર ડેમ (દરવાજા વાળી ડેમ) ડેમી-૨ સિંચાઈ યોજનામાં યાંત્રિક વિભાગ દ્વારા રેડીયલ ગેટની કામગીરી કરવા માટે જળાશય ખાલી કરવાનું હોવાથી તા. ૧૨/૦૨/૨૦૨૪ ના રોજ ૦૯:૩૦ કલાકે ડેમના છ દરવાજા એક ફૂટ ખોલવામાં આવશે. જેથી ડેમની હેઠવાસમાં આવતા ગામનાં લોકોને નદીના પટમાં અવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના નસીતપર ગામ પાસે આવેલ ડેમી-ર ડેમ (દરવાજા વાળી ડેમ) ડેમી-૨ સિંચાઈ યોજનામાં યાંત્રિક વિભાગ દ્વારા રેડીયલ ગેટની કામગીરી કરવા માટે જળાશય ખાલી કરવાનું હોવાથી તા. ૧૨/૦૨/૨૪ ના રોજ ૦૯:૩૦ કલાકે છ દરવાજા એક ફૂટ ખોલવામાં આવશે જેથી નીચાણવાસમાં આવતા ગામનાં લોકોને નદીના પટ્ટ માં અવર જવર નહિ કરવા અને સાવચેત રહેવા સૂચના આપી છે. જેમાં મોરબી તાલુકાના ટંકારાના ગામોમાં નસીતપર, નાના રામપર અને મોટા રામપર, મોરબી જિલ્લાના મોરબી તાલુકાના ચાંચાપર, ખાનપર, કોયલી, ધુળકોટ, આમરણ, ડાયમંડનગર અને બેલા તેમજ જામનગર જીલ્લાના જોડિયા તાલુકાનું ગામ માવનુગામ ના લોકોને સાવચેત રહેવા ડેમી -૨ સિંચાઇ યોજનાના સેક્સન ઓફિસરે સૂચના આપી છે