Tuesday, January 7, 2025
HomeGujaratમોરબીમાં ઉંચા વ્યાજની લાલચ આપી રૂ. ૬૧.૨૧ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ

મોરબીમાં ઉંચા વ્યાજની લાલચ આપી રૂ. ૬૧.૨૧ લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના રવાપર ધુનડા રોડ ઉપર ક્રિષ્ના સ્કુલની પાછળ આવેલ શુભ હિલ્સ-એ બ્લોકનં.૧૦૩માં રહેતા રંજનબેન નવલકુમાર ઝા (ઉ.વ.૫૧) એ આરોપી નીખીલભાઇ રાજેશભાઇ ચંદારાણા (રહે. મોરબી, યમુનાનગર) સામે ફરિયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દીકરા તથા સાહેદોને આરોપીએ વિશ્વાસમાં લઇ એસ.આઇ.પી સ્કીમમાં સારૂ વ્યાજ મળશે તેમ કહી પૈસા રોકવાની લાલચ આપી કટકે કટકે પૈસા લઇ તેમજ આટલા પૈસા બેન્ક ખાતામાં તેમજ રોકડા રખાય નહી ઇન્કમટેક્ષમાં પકડાય જશો તેમ કહી ઇન્કમટેક્ષનો ખોટો ફોન કરાવી ફરીયાદી તેમજ સાહેદોને છેતરી ફરીયાદી તેમજ સાહેદો પાસેથી રોકડ તેમજ આંગડીયા દ્વારા તેમજ બેન્ક દ્રારા પૈસા ટ્રાન્સફર કરાવી કુલ રૂ. ૩૧,ર૧,૬૦૦/- તથા મકાનના સોદાના રૂ. ૩૦,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૬૧,ર૧,૬૦૦/- લઇ જતા ફરીયાદી તથા તેમના દિકરાઓએ આરોપી પાસેથી પૈસાની માગણી કરતા રૂબરૂ તેમજ ફોન ઉપર ગાળો આપી નિખિલે ખુન કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આરોપી સામે આઇ.પી.સી.કલમ ૪૦૬, ૪૨૦, પ૦૪, પ૦૬ (ર), પ૦૭ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!