ઉત્સવોની અલગ અને અનોખી રીતે ઉજવણી કરવા માટે જાણીતી મોરબીની પી.જી.પટેલ કોલેજના M.COM ની વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત M.COM ની વિધાર્થીનીઓ અને M.COM સ્ટાફ દ્વારા નવલખી બાઈપાસ પાસે અને પરશુરામ ધામ પાસે આવેલી ઝુપડપટ્ટીના નાના અને નિ:સહાય બાળકોને ભરપેટ નાસ્તો કરાવીને તેમના ચહેરા પર સ્મિત લાવવાનો એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે આજનું યુવાધન જયારે પાશ્ચાત્ય સંસ્કૃતિ નું આંધણું અનુકરણ તરફ વળ્યું છે ત્યારે પી.જી.પટેલ કોલેજ ના M.COM ની વિધાર્થીનીઓ દ્વારા વેલેન્ટાઇન દિવસની વાત્સલ્ય દિવસ તરીકે અર્થપૂર્ણ ઉજવણી આજના યુવાધનને કઈક અલગજ રાહ ચીંધે છે.
આ તકે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ તથા આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ તેમજ કોલેજ સ્ટાફે આ ઉમદા કાર્ય બદલ અભિનંદન પાઠવ્યા હતા.
અને ભવિષ્યમાં પણ આ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.