Monday, November 18, 2024
HomeGujaratવાંકાનેર નજીક આવેલ મચ્છુ ૦૧ ડેમ ઓવરફલો થયો : નીચાણવાળા ગામોને હાઈ...

વાંકાનેર નજીક આવેલ મચ્છુ ૦૧ ડેમ ઓવરફલો થયો : નીચાણવાળા ગામોને હાઈ એલર્ટ અપાયું

મોરબી જિલ્લામાં છેલ્લા થોડા દિવસોથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેના પગલે વાંકાનેર શહેર અને પંથકની જીવાદોરી સમાન મચ્છુ ૦૧ ડેમ સતત ઉપરવાસની આવકને પગલે ઓવરફલો થયો છે. ત્યારે ડેમ સપૂર્ણ ભરાઈ જતા નદીના પટમાં ના જવા તંત્ર દ્વારા લોકોને સુચના આપવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

વાંકાનેરનો ૪૯ ફૂટનો મહાકાય મચ્છુ -૦૧ ડેમમાં હમણાંથી ઉપરવાસમાં સતત વરસાદથી નવી જલરાશીની સતત આવક થઈ રહી છે અને ગઈકાલે રાતથી આજ સવાર સુધીમાં આ ડેમમાં પાણીની આવક સતત વધતા ૧૩૫.૩૫ મીટર સાથે મચ્છુ -૦૧ ડેમ ૧૦૦ ટકા ભરાય ગયો છે. આથી આ ડેમના દરવાજા ગમે ત્યારે ખેલવા પડે એમ હોય તેથી ડેમ હેઠવાસના વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, લુણસરિયા, કેરાળા, હસનપર,જોધપર, પાજ,રસિકગઢ, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર તથા મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામના લોકોને નદીના પટમાં ના જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!