મોરબી જિલ્લાના વાંકાનેર પાસેનો મચ્છુ- ૧ ડેમ ૯૦ ટકા ભરાઈ જતા ૨૫ ગામોને હાઈએલર્ટ કરાયા છે, ઉપરવાસમાં સારા વરસાદને પગલે મચ્છુ ૧ ડેમમાં નવાનીર આવ્યા છે. અને હજુ પણ ડેમમાં પાણીની આવક ચાલુ છે. ત્યારે ડેમના દરવાજા ખોલવામાં આવનાર હોય જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મોરબીના વાંકાનેર નજીક આવેલ મચ્છુ ૧ ડેમ ૯૦% સપાટીએ પહોંચી ગયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે ૪૯ ફૂટની ઊંચાઈ ધરાવતો મચ્છુ ૧ ડેમ ૯૦% ભરાયો છે. મચ્છુ ૧ ડેમમાં પાણીની આવક વધતા વાંકાનેર તાલુકાના ૨૧ અને મોરબી તાલુકાના ૪ ગામો હાઈએલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ વાંકાનેર તાલુકાના ધમલપુર, ધુવા, ગારિયા, હોલમધ, જાલસિકા, કેરળ, લુણસરિયા, મહિકા, પજપંજ, પંચાસર, રણપુર, પંચાસર, રસિકગઢ, રતિ દેવડી, સોભાળા, વઘાસિયા, વાંકાનેર, વાંકિયા, જોધપર, હસનપર તથા કોઠી તેમજ મોરબી તાલુકાના મોરબી, લખાધીરનગર, લીલાપર તથા મકનસર ગામોનાં લોકોને પાણી છોડવામાં આવે ત્યારે નદીના પટમાં તથા કાંઠા વિસ્તારમાં અવર જવર ન કરવા સૂચના અપાઈ છે.