Saturday, January 11, 2025
HomeGujaratમોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ મચ્છુ-૧ ડેમ ૭૦% ભરાયો : કુલ ૨૪...

મોરબી જિલ્લાના વાંકાનેર નજીક આવેલ મચ્છુ-૧ ડેમ ૭૦% ભરાયો : કુલ ૨૪ ગામોને અપાયું એલર્ટ

મોરબી જીલ્લામાં બુધવારે સવારથી વરસાદી માહોલ વચ્ચે ઝરમર વરસાદ પડ્યો હતો ત્યારે ઉપરવાસમાં વરસાદ ને કારણે વાંકાનેર પંથકની જીવાદોરી સમાન મચ્છુ ૧ ડેમ ૭૦% જેટલો ભરાઈ ગયો છે અને ઉપરવાસમાંથી સતત પાણીની આવકને પગલે ડેમની હેઠવાસમાં આવતા મોરબી અને વાંકાનેરના કુલ ૨૪ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના જાલસીકા ગામ પાસે આવેલ મચ્છુ-૧ ડેમની ઉપરવાસમા પાણીની આવક ચાલુ હોઈ તેમજ ડેમની સંગ્રહશક્તિના ૭૦.૦૫% ડેમ ભરાય ગયેલ છે. તેમજ ડેમની ઉપરવાસની પાણીની આવક ચાલું છે, જેથી ડેમના નીચવાસના વાંકાનેર તાલુકાના
હોલમઢ, જાલસીકા, વાંકાનેર-શહેર, મહિકા, કોઠી, ગારીયા, જોધપર, પાજ, રસીકગઢ, લુણસરીયા, કેરાળા, હસનપર, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર, પંચાસીયા, ઢવા તથા ધમલપર ગામને તેમજ મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર તથા લીલાપર ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા, અને માલ મિલકત સલામત સ્થળે ખસેડી લેવા તેમજ ઢોર ઢાંખરને નદીના પટમાં ન જવા દેવા અને સાવચેત રહેવા સુચના અપાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!