મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાંકાનેરના લિંબાળાની ધારે એકતાના પ્રતીક સર્વે સમાજના વડીલોની હાજરીમાં 11 જોડાના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વડીલો દુઆ આશીર્વાદ આપી એક જ મંડપ નીચે એક સાથે નિકાહ પઢાવવામાં આવશે.
વાંકાનેર ખાતે લિંબાળાની ધારે છેલ્લા ત્રણ વર્ષથી સર્વે મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ શાદીનું આયોજન કરવામાં આવે છે. જરૂરત મંદ, મધ્યમ વર્ગના વ્યક્તિઓ લાભ લઈ શકે તેવા ઉદ્દેશ સાથે કુરિવાજનો નાબૂદ કરવા માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ઈસ્લામી ધારા ધોરણ મુજબ સમયસર દીકરીઓને ઘરસંસાર બાંધીને પરિવારિક જીવન જીવી શકે તે રીતે સંપૂર્ણ કરિયાવર પૂરો પાડી દાતાઓના સહયોગથી આ વર્ષે પણ દર વર્ષની જેમ 11 દુલ્હા દુલ્હનની નિકાહનું એક જ મંડપ નીચે આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કોમી એકતાના પ્રતિક દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૩/૦૪/૨૦૨૫ ના રોજ વાંકાનેર ખાતે લિંબાળાની ધાર પાસે મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવશે. જેમાં સર્વે મુસ્લિમ સમૂહ શાદીમાં પેરાણા સ્વરૂપ વાંકાનેર પંથકમાં વધુ બહુમતી ધરાવતા મોમીન મુસ્લિમ સમાજના પ્રતિષ્ઠ વ્યક્તિએ પણ આ સર્વે મુસ્લિમ સમૂહ સાદીમાં નામ જોડાવી સમાજને નવો રાહ ચીંધીયો છે. ખોટા કે ફિજુલ ખર્ચાથી લોકો બચે અને કુરિવાજોથી સર્વે મુસ્લિમ સમાજ દૂર થાય તેવા ઉદ્દેશ સાથે સર્વ મુસ્લિમ સમૂહ શાદીમાં જોડાયા છે. જે સર્વે મુસ્લિમ સમાજ માટે પ્રેરણા સ્વરૂપ ઉદાહરણ પૂરું પાડે છે. તેમજ આવનાર સમયમાં સર્વે સમાજ ચિંતકો દ્વારા સમાજમાં એકતા, ભાઈચારા સાથે કુરિવાજો દૂર થાય અને યુવા પેઢી વ્યસન મુક્ત બને તેવા વિચારો સાથે આયોજન કરાયું છે. તેમ આયોજક જહાંગીરસા બાપુ મદાર એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખે યાદીમાં જણાવ્યું છે.