શ્રાવણ મહિના દરમિયાન ઠેર ઠેર શિવભક્તિ થઈ રહી છે. શિવાલયોમાં શિવ ભક્તોની ભીડ જોવા મળે છે. આ મહિનો ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. જેને લઈ શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે વિશેષ અને પૌરાણિક રીતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર, મોરબીનાં ઉમિયા સર્કલ પાસે આવેલ શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે શ્રાવણ મહિનાનાં ત્રીજા સોમવારે સાંજે ૭:૦૦ વાગ્યે ઢોલ, નગારા અને ત્રાંસા સાથે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જે મહાઆરતીનો લાભ લેવા સર્વે ધર્મ પ્રેમી જનતાને શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.