વાંકાનેરમાં ઉજવાતા ધાર્મિક ઉત્સવોમાં વિઘ્ન નાખનાર સામે રોષે ભરાયેલી શિવસેનાએ જીતુ સોમણીને સમર્થન આપ્યું
આજ રોજ વાંકાનેર શિવસેના દ્વારા ગણપતિ ઉત્સવ સમિતિને શાખાનું ગ્રાઉન્ડ ફાળવવા બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.જેમાં છેલ્લા દસ-બાર વર્ષથી ગણેશ ઉત્સવ સમિતિને ફાળવવામાં આવે છે અને શાંતિમય રીતે ગ્રાઉન્ડમાં ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે ત્યારે આ વર્ષે જ શા માટે ગ્રાઉન્ડ માટે વિવાદ કરવામાં આવે છે જેનાથી હિન્દૂ ધર્મની આસ્થાને ઠેસ પહોંચશે અને કોઈ પણ નિર્ણય રાજકારણીના દબાણ વસ થઈ એવો નિર્ણય ન લેવામાં આવે કે જેના કારણે આવનાર દિવસોમાં વાતાવરણ ન ડહોળાય ને શાંત વાતાવરણ અશાંતમય બને તે પહેલાં અને વાતાવરણ શાંતિમય બની રહે આ ગ્રાઉન્ડમાં વર્ષોથી આયોજન કરતા ગણેશ ઉત્સવ સમિતિના આયોજક જીતુભાઈ સોમાણીને આ ગ્રાઉન્ડ ફાળવવામાં આવે જો આગામી દિવસોમાં જીતુભાઈ સોમાણીને ગ્રાઉન્ડ નહીં ફાળવવામાં આવે તો જીતુભાઈ સોમાણીના સમર્થનમાં શિવસેના દ્વારા આંદોલન ઉગ્ર વેગ આપવામાં આવશે તેવું આવેદનપત્રમાં જણાવ્યું હતું.
જેમાં શિવસેના તાલુકા પ્રમુખ મયુરભાઈ ઠાકોર, શિવસેના શહેર પ્રમુખ મેહુલભાઈ ઠાકોર, દીપકભાઈ રાજગોર, શિવાજી રાજગોર, વિશાલ બાંભવા, અનિલ કુણપરા, જગદીશભાઈ ગુંદારીયા, મિલન રાજગોર, સુનીલ જાલસાણીયા, કમલ ડાભી, સન્ન પાટડીયા, ધ્રુવ ભરવાડ, વિપુલ વિંજવાડીયા, મુન્નાભાઈ મેર, નીતિન દંતેસરીયા, સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા.