Tuesday, May 14, 2024
HomeGujaratટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતિ ઉત્સવમાં રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત:ટંકારાની...

ટંકારામાં મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની ૨૦૦મી જન્મજયંતિ ઉત્સવમાં રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી રહ્યા ઉપસ્થિત:ટંકારાની મળી મોટી ભેટ

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતીની ટંકારા ખાતે ભવ્યાતિભવ્ય ઉજવણી થઈ રહી છે. જેમાં દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં આર્ય સમાજના અનુયાયીઓ તથા ભાવિકો પધાર્યા છે અને ઉત્સાહભેર મહોત્સવમાં સહભાગી થયાં છે. ત્યારે આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ આચાર્ય દેવવ્રત દ્વારા આર્ય સમાજ સમિતિ દ્વારા આયોજિત કાર્યક્રમની મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેઓનું ફૂલોની વર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારામાં આજે તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200 મી જન્મજયંતી નિમિતે યોજાયેલ કાર્યક્રમ સ્થળની રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મુ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં સ્વામી વિવેકાનંદ સ્ટેચ્યુ, રંગોળી, જુદી-જુદી કલાકૃતિ તેમજ મોટી પુસ્તકાલયની તેમના દ્વારા મુલાકાત લેવાઈ હતી. તેમજ ટંકારા-રાજકોટ પર આવેલ લતીપર બ્રિજને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વાર મહર્ષિ દયાનંદ સરસ્વતી બ્રિજ નામ કરણ કરવામાં આવ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિની હાજરીમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. અને બાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને યજ્ઞની જ્યોતિ ભેટ ચિન્હ સ્વરૂપે આપવામાં આવી હતી. તેમજ રાષ્ટ્રપતિને યજ્ઞની જ્યોતિ ભેટ ચિન્હ સ્વરૂપે આપવામાં આવી હતી. જયારે સ્વામી વિવેકાનંદની ૨૦૦મી જન્મ જયંતીની સ્મૃતિમાં 250 કરોડના ખર્ચે ટંકારા ખાતે ભવ્ય જ્ઞાન જ્યોતિ તીર્થ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સ્વામી વિવેકાનંદ જીવનથી લઇ આજ સુધીની તમામ પ્રતિકૃતિઓ અને તમામ માહિતીઓ આ નવા બનનાર જ્ઞાન જ્યોતિ તીર્થમાં રાખવામાં આવશે. આટલું જ નહિ મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિના દિવસે મુખ્યમંત્રીએ ટંકારાના ગ્રામજનોને ભેટ આપી હતી. અને ટંકારા ગ્રામપંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપ્યો હતો. તેમજ રાજ્ય સરકાર દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી ટ્રસ્ટને રાજકોટ મોરબી હાઇવે પર જમીન પણ એલોટ કરવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્વામી દયાનંદસરસ્વતીએ દસ નિયમો લખ્યા છે તેમાં છઠ્ઠો નિયમ લખ્યો છે. સંસારનો ઉપકાર કરવો આર્ય સમાજનો મુખ્ય ઉત્કર્ષ છે.

મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનાં જન્મજયંતી મહોત્સવ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંબોધન કરતા જણાવવામાં આવ્યું હતું કે, સ્વામી દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ખાતે આવવાનો મને અવસર મળ્યો એ મારી ખુશનસીબી છે. કાઠિયાવાડની આ ધરતીએ ભારતના મહાન શખ્સિયતોને જન્મ આપ્યો છે. સ્વામીજીની 200મી જન્મ જયંતિએ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક અવસર છે. આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ હું સમગ્ર ટ્રસ્ટની સરાહના કરું છું. મને જાણવા મળ્યું છે કે, આર્ય સમાજ સંસ્થાથી જોડાયેલા 10,000 જેટલા કેન્દ્રો આજે માનવતાના અને કલ્યાણ માટે કાર્યરત છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ 19 મી સદીમાં અંધવિશ્વાસ અને કુરીતિઓ જેવા દુષણ દૂર કરવાનો બીડો ઉપાડ્યો હતો. તેમાં દ્વારા ફેલાવાયેલ પ્રકાશથી રૂઢિઓ અને અજ્ઞાનનો અંધકાર દૂર થયો છે. સ્વામીજીએ બાળ વિવાહ અને બહુ વિવાહનો કડક વિરોધ કર્યો હતો. આજે આપણી દીકરીઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવની બની છે. તે સ્વામીજીના દ્રિષ્ટીકોણના અનુરૂપ છે. મહાત્મા ગાંધીજી પણ માનતા હતા કે, છૂતાછૂત ને દૂર કરવા માટે સ્વામી દયાનંદજીનું અભિયાન તેમના સમાજ સુધારા માટેનું સૌથી મહત્વ પૂર્ણ કર્યું હતું. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પ્રાકૃતિક કૃષિને લઇ અમૂલ્ય માર્ગદર્શન કરતા રહ્યા છે. ક્લાઇમેન્ટ ચેન્જની ચુનોતીનો સામનો કરવા પ્રાકૃતિક ખેતી મદદરૂપ થશે. આચાર્ય દેવવ્રતજીએ સ્વામીજીના આદર્શોને સંપૂણ નિષ્ઠા સાથે આગળ વધાર્યા છે. જેને લઇ હું તેમની સરાહના કરું છું. મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનાં વિચારોને આજે પણ આગળ ધપાવવાનું કામ આર્ય સમાજ કરી રહ્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!