Monday, November 25, 2024
HomeGujaratટંકારાનાં શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા:બપોરે અંતિમ યાત્રા

ટંકારાનાં શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ રામચરણ પામ્યા:બપોરે અંતિમ યાત્રા

જનજનને જમાડવામાં જેને જપ તપ જેટલો આનંદ આવતો એવા ટંકારાનાં શાંતિ આશ્રમના મંહત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસ 62 વર્ષની વયે રામચરણ પામ્યા છે. પ્રાણદાસ બાપુની વિદાયથી શાંતિ આશ્રમમાં શોકનો માહોલ છવાયો છે, જેઓની અંતિમયાત્રા માટે સેવક મંડળ દ્વારા બપોરે ૧:૩૦ વાગ્યાનો સમય નિર્ધારિત કરવામાં આવ્યો છે. મહંત ધાર્મિક યાત્રાથી આશ્રમે પરત ફર્યા પછી ટુકી બિમારીમાં રામ ચરણ પામ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે.

- Advertisement -
- Advertisement -

ટંકારાનાં કોઠારીયા રોડ ઉપર સિતરામાતાની ધારના રસ્તે શાંતિ આશ્રમ આવેલ છે. જ્યા પ્રાયચિત હનુમાનજી અને બજરંગદાસ બાપુની મઢુલી આવેલી છે ત્યાંના મહંત પ્રાણજીવનદાસ ગુરૂ સુગ્રિવદાસજી મહારાજ આજરોજ તારીખ 18 – 05-2024 ને શનિવારે વહેલી સવારે શ્રી રામ ચરણ પામ્યા છે. પ્રાણજીવનદાસ બાપુને લોકોને જમાડવાનો અદ્ભુત શોખ હતો એમ કહી તો તેજ એમની સેવા પુજા જપ તપ હતું. ગુરૂ આજ્ઞા પ્રમાણે જઠરાગ્નિ ઠારવા સેવાના ભેખધારી મોઢેરા આશ્રમથી ભંગેશ્વર તિથવા આવ્યા બાદ ટંકારા શાંતિ આશ્રમના લાલદાસ બાપુની સેવામાં અહી આવ્યા હતા અને આ આશ્રમને રીતસરનો રળીયામણો કરી આજે ફની દુનિયાને અલવિદા કહી જતા રહ્યા હતા. ધુન ભજન કિર્તન સાથે વટેમાર્ગુ ઉપરાંત અબોલ જીવોને સાચવવા ખુબ જહેમત ઉઠાવી હતી. નાના બાળકો અને મજુરો માટે પણ ખુબ કુણી લાગણી વ્યક્ત કરી આશ્રમને અદકેરૂ કરવામાં ખુબ યોગદાન આપ્યું હતું. અવલ્લ મંજીલ માટેની અંતિમવિધિ આશ્રમથી ભક્ત સમુદાય આજે બપોરે 1:30 વાગ્યે આશ્રમ ખાતે જ કરવામાં આવશે જેની સૌએ નોધ લેવા બાપા સીતારામ સેવા સમિતિએ જણાવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!