Saturday, July 27, 2024
HomeGujaratમહાઠગ કિરણ પટેલએ જમ્મુ થી લઈને મોરબી સુધી આચર્યા કૌભાંડ:કિરણ અને તેની...

મહાઠગ કિરણ પટેલએ જમ્મુ થી લઈને મોરબી સુધી આચર્યા કૌભાંડ:કિરણ અને તેની પત્નીએ મોરબીના વેપારીને ૩૧ લાખની બટન માર્યુ!

મહાઠગ કિરણ પટેલ અને તેમની પત્ની માલિની પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે. સોલા પોલીસ સ્ટેશનમાં મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. બંનેએ મોરબીના એક વેપારી સાથે છેતરપિંડી આચરી હતી. કિરણ પટેલ અને માલિની પટેલે વેપારીને GPCBનું લાયસન્સ અપાવવા નામે 42.86 લાખ પડાવ્યા હતા.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ, પી.એમ.ઓ.મા અધિકારી હોવાની શેખી મારી જમ્મુ કાશ્મીરમાં ઝેડ પલ્સ સુરક્ષા મેળવાનાર મહા ઠગ કિરણ પટેલ અને પત્ની માલિની વિરુદ્ધ મોરબીના જોધપર નદી ગામે રહેતા ભરતભાઈ મગનભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, તેઓ બી.એન.બ્રધર્સ નામથી સિરામિક મશીનરી બનાવવાની ફેક્ટરી ધરાવી છેલ્લા અઢી વર્ષથી વેપાર કરે છે. સાથે જ બીજોટિક લાઇફ્ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ નામથી મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ખારચિયા ખાતે કેમિકલની ફેક્ટરીમાં સ્લિપિંગ પાર્ટનર પણ છે. તેઓને વર્ષ 2017માં કિરણ પટેલનો સંપર્ક થયો હતો. તે સમયે કીરણ પટેલે પોતે ક્લાસ 1 ઓફીસર અને સરકારમાં તેનુ સારૂ વર્ચસ્વ હોવાની વાત ભરતભાઈને કરી હતી. જેથી ભરતભાઈએ પોતાની કેમિકલ કંપની માટે ગુજરાત પોલ્યુશન બોર્ડમાંથી લાયસન્સ કઢાવી આપવાની વાત કરી હતી. કિરણ પટેલ દ્વારા આ લાયસન્શ કઢાવવા માટે ભરતભાઈને વાયદો કર્યો હતો અને થોડા દિવસો બાદ કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ ભરતભાઈને સોલા એસજી હોસ્પિટલ ખાતે મળવા બોલાવ્યા હતા. આ દરમિયાન ભરતભાઈને પ્રોસિજર ફી માટે રુપિયા 45 લાખ રુપિયાની માંગ કરી હતી. આ માટે ભરતભાઈએ બંનેને રુપિયા 42 લાખથી વધુની રકમ આપી હતી. બાકીના પૈસા બે માસ પછી આપવાનું જણાવ્યું હતુ.

આઠ માસના લાંબા સમય સુધી GPCBનું લાયસન્સ ન આવતા તેમણે કિરણ પટેલને ફોન કર્યા હતા. જોકે, તેણે ફોન ઉપાડ્યો નહોતો. વારંવાર ફોન કરવા છતાં તે ફોન ઉપાડી રહ્યો નહોતો. આખરે કંટાળીને તેઓએ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની કચેરીમાં તપાસ કરાવી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે આવી કોઈપણ પ્રકારની અરજી આવી નથી. જેથી તેણે કિરણ પટેલનો કોન્ટેક્ટ કરીને પૈસા પાછા માંગ્યા હતા. જોકે, કિરણ અને માલિનીએ 11.75 લાખ પાછા આપ્યા હતા. જ્યારે 31.11 લાખ પરત આપ્યા નહોતા. અને ભરતભાઈ સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ મામલે સોલા પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે કિરણ પટેલ અને તેની પત્ની માલીની પટેલના વિરુદ્ધમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!