Monday, November 18, 2024
HomeGujaratમહેન્દ્રનગર ગામે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ગ્રાન્ટમાંથી જેટિંગ મશીન ફાળવાયું

મહેન્દ્રનગર ગામે મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખની ગ્રાન્ટમાંથી જેટિંગ મશીન ફાળવાયું

નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યુ છે. જે હેઠળ દરેક શહેર અને ગામને સ્વચ્છ બનાવવા અને સ્વચ્છતા જાળવી રાખવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ જન અભિયાન હેઠળ મોરબી જિલ્લાના મહેન્દ્રનગર ગામે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાની ગ્રાન્ટમાંથી ગઈકાલે મહેન્દ્રનગર ગામની સ્વચ્છતાને ધ્યાને રાખી ભૂગર્ભ ગટર કૂંડી સફાઈ કરવા માટેનું જેટિંગ મશીન ફાળવવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ મહેન્દ્રનગર ગામે કરવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ જાનકીબેન જીજ્ઞેશભાઈ કૈલાની ગ્રાન્ટમાંથી ફાળવાયેલ જેટિંગ મશીન થકી ગામમાં ગટરની સફાઈમાં સરળતા રહેશે અને ગામમાં સ્વચ્છતા જળવાઈ રહેશે. જેનું મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ સિહોરા, મોરબી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. તેમજ મહેન્દ્રનગર ગ્રામ પંચાયત કરવેરા યૂઆર (QR) કોડ દ્વારા ભરવા ઓનલાઈન કરવામાં આવી જેની માહિતી જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજા દ્વારા આપવામાં આવી તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જાનકીબેન કૈલા, ભાજપ અગ્રણી જિજ્ઞેશભાઈ કૈલા, તાલુકા વિકાસ અધિકારી દિપાબેન કોટક, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ભાવનાબેન શેરસિયા અને રસીલાબેન સીપર, મહેન્દ્રનગર ગ્રામ પંચાયત વહીવટદાર અતુલભાઈ ચાવડા તથા તલાટી મંત્રી નિલેશ દેસાઈ તથા માજી સરપંચ રાજાભાઈ પરમાર તથા ગંગારામભાઈ ધોરિયાની, જયંતીભાઈ શેરસીયા, રાજેશભાઈ સેરશિયા, મનસુખભાઈ અદ્રોજા વગેરે ગામ અગ્રણીઓ તેમજ બહોળી સંખિયામાં ગામજનોએ લોકાર્પણ સમયે હાજર રહી કાર્યકમનો ઉત્સા વધાર્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!